તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાયન્સ ક્લબમાં રાધા-કૃષ્ણ પર સેમિનાર યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાયન્સ ક્લબમાં રાધા-કૃષ્ણ પર સેમિનાર યોજાયો

CLUB NEWS

સુરત | જ્યારે પણ કૃષ્ણની વાત કરવામાં આવે ત્યારે રાધા વિના એની વાત પૂરી કરી શકાય. આમ તો આપણે રાધા અને કૃષ્ણને પૂજીએ છીએ પણ એમનો સંબંધ પ્રેમ સંબંધોમાંનો એક ઉત્તમ પ્રેમ સંબંધ હતો. કૃષ્ણ જ્યારે ગોકુળમાં હતા ત્યારે રાધા સાથે પ્રેમથી જોડાયેલા હતા પણ જ્યારે મથુરા ગયા ત્યારે રાધાને પાછળ મૂકીને આગળ નીકળી ગયા. પ્રેમને પાછળ મૂકીને આગળ નીકળી જવું જેવા તેવા પુરૂષની વાત નથી હોતી. વાત લાયન્સ ક્લબમાં યોજાયેલા એક સેમિનારમાં ભાવના પટેલે કરી હતી. એમણે કૃષ્ણ અને રાધા વિશે વાત કરી હતી. કૃષ્ણ અને રાધા વિશે વાત કરતાં એમણે કહ્યું-કે રાધા અને કૃષ્ણનો પ્રેમ આપણે ભક્તિભાવમાં લઇ લીધો છે પણ પ્રેમને પ્રેમની જેમ લેવો જોઇએ. પ્રેમ કરવો એનો અર્થ સાથે રહેવું નથી પણ પ્રેમ કરવો એટલે જ્યાં રહેવું ત્યાં સાથે રહ્યાં વિના પ્રેમ કરવો એનું નામ પ્રેમ કહેવાય. રાધાએ પ્રેમનું સૌથી વિશેષ ઉદાહરણ છે.

અન્ય સમાચારો પણ છે...