તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ટેક્સટાઇલ માટે બનાવ્યો ચીમનીમાંથી ઓક્સિજન બહાર ફેંકાય એવો પ્રોજેક્ટ

ટેક્સટાઇલ માટે બનાવ્યો ચીમનીમાંથી ઓક્સિજન બહાર ફેંકાય એવો પ્રોજેક્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાહુલ, રોમિલ, વિશાલ અને સાગર પોતાનાં પ્રોજેક્ટ સાથે

NEW Project

િસટી રિપોર્ટર | સુરત

ટેક્સટાઇલ અને ડાઇંગ ઉદ્યોગોમાં થતા પ્રદૂષણને કંટ્રોલમાં લેવા માટે પેસિફિક કોલેજનાં એન્જીનિયર્સે ‘ન્યૂટ્રીલાઇઝેશન ઓફ કાર્બન પાર્ટીકલ્સ ઇન બોઇલર ચીમની યુઝીંગ હાઇ વોલ્ટેજ ડી.સી’ નામનું એક પોલ્યુશન કંટ્રોલ ડિવાઇઝ બનાવ્યું છે. ડિવાઇઝ કોલેજમાં એન્જીનિયરીંગ વિભાગનાં રાહુલ દેસાઇ, રોમીલ ડોબરિયા, વિશાલ હિરપરા, સાગર જીવાણીએ હિતેશ પટેલની ગાઇડલાઇન હેઠળ બનાવ્યું છે. કાર્બન ડાયોક્સાઇડને કંટ્રોલમાં લેવા માટેનાં યંત્રો બહુ મોંધા મળે છે, માટે બધાં ઉદ્યોગો એનો ઉપયોગ કરી શકતા નથી, આથી કોલેજનાં એન્જીનિયર્સ દ્વારા યંત્ર તૈયાર કરાયું છે. જેને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનાં પ્રોજેક્ટ ફેરમાં પ્રથમ સ્થાન મેળ્યું છે.

પેસિફિક કોલેજનાં એન્જીનિયર્સ દ્વારા ટેક્સટાઇલ અને ડાઇંગ ઉદ્યોગમાં થતા પ્રદૂષણને અટકાવવા પ્રોજેક્ટ તૈયાર થયો, જે પ્રોજેક્ટ ફેરમાં પહેલો આવ્યો

કાર્બનનાં કણો તાંબાની પ્લેટ પર લાગી જાય છે

સાધન વોલ્ટેજ મલ્ટીપ્લાયર સિધ્ધાંતના આધારે કામ કરે છે, જેમાં લેડર નેટવર્કમાં કેપેસિટર્સ અને ડાયોડનો ઉપયોગ કરીને ૨૩૦ વોલ્ટ એસીના સપ્લાય સ્ત્રોતમાંથી લગભગ ૪૦૦૦ વોલ્ટ ડીસી ઉત્પન કરવામાં આવે છે. સાધનને ચીમનીમાં ફીટ કરવામાં આવે છે, જે ચીમનીના ધુમાડા માંથી નીકળતા કાર્બનયોક્સાઈડમાંથી કાર્બન અને ઓક્સિજનના પરમાણુ સંયોજનમાંથી અલગ કરવા માટે વપરાય છે. ચીમનીમાંથી ફક્ત ઓક્સિજન વાતાવરણમાં બહાર ફેંકાય છે. જયારે કાર્બનના કણો તાંબાની પ્લેટ ઉપર સંગ્રહિત થાય છે. જેનો અન્ય આડ-પેદાશ માટે ઉપયોગ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...