તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ખેતી સિવાય તમામ દસ્તાવેજોની નોંધણી હવે પાંચ તાલુકામાં કરાશે

ખેતી સિવાય તમામ દસ્તાવેજોની નોંધણી હવે પાંચ તાલુકામાં કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેથી જે-તે વિસ્તારની નોંધની કામગીરી તે કચેરીમાં કરવામાં આવશે. જેણે કારણે કામમાં ઝડપ અને સરળતા આવશે.

જાણકાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સીટી મામલતદાર કચેરીમાં પાંચે તાલુકાના ઇધારા કેન્દ્રની કામગીરી ચાલી રહી હતી. જેણે કારણે સિટી મામલતદારમાં કામનું ભારણ ઘણું રહેતુ હતું. પાંચ મામલતદાર કચેરીનું વિભાજન વર્ષો પહેલા થઈ ગયુ હોવા છતાં ઇધારાની કામગીરીનું વિભાજન થઈ શક્યુ હતું. પરંતુ અંગે નવા સિટી પ્રાંત અધિકારીએ ચાર્જ લીધા બાદ કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.

જેમાં બાબત ધ્યાનમાં આવતા તેમણે પાંચે મામલતદાર કચેરીમાં ઇ-ધારા કેન્દ્ર શરૂ કરવા માટેની સુચના આપી દીધી હતી. જેથી હવે દરેક કચેરીનું નોંધનું કામ જેતે કચેરીના ઇધારા કેન્દ્રમાં થશે. માત્ર ખેતીની જમીનના દસ્તાવેજની કામગીરી સિટી મામલતદાર કચેરી ખાતે થશે. સિવાયની તમામ નોંધ જે-તે તાલુકામાં કરવાની રહેશે.

સિટી પ્રાંત અધિકારી દ્વારા સિટી મામલતદાર કચેરીના ઇ-ધારા કેન્દ્રને પાંચ ભાગમાં વહેંચી દેવામાં આવ્યો

અન્ય સમાચારો પણ છે...