તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુરુ કોઇ હસ્તી નહીં એક મસ્તી છે : કિરીટભાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટીલાઇટસ્થિત મહારાજા અગ્રેસન ભવન ખાતે સોમવારે પૂજ્ય કિરીટભાઇની નિશ્રામાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઘણા બધા ભક્તોએ બ્રહ્મવિદ્યા માટે પણ ફોર્મ ભર્યા હતા. કાર્યક્રમની શરૂઆત તુસલી સેવા સમિતિના હોદ્દેદારો અને અગ્રણીઓના સન્માન કરાયા હતા. જેની સાથે પૂજ્ય કિરીટભાઇના સ્વાગત માટે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય કિરીટભાઇએ ભજન, ગુરુવંદન સાથે કાર્યક્રમની શરૂઆત કરી હતી. તેમણે પોતાના પ્રેરક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, જો આપણે આપણા મનની અવસ્થાને યોગ્ય કરી દઇએ તો બધુ સીધુ થઇ જશે. ગુરુ-શિષ્યનો સંબંધ આત્માનો સંબંધ છે. ગુરુ કોઇ હસ્તિ નથી પણ ગુરુ એક મસ્તી છે. જીવનમાં ક્યારેક તમે કોઇ મુશ્કેલીમાં મુકાવ ત્યારે તેમાંથી બહાર નિકળવાનો રસ્તો આપોઆપ મળે છે પરમાત્મા રૂપી ગુરુની કૃપાથી મળે છે.

અન્ય સમાચારો પણ છે...