તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બહુમાળીના ઠગો પર સપાટો, 3 વેન્ડર વકીલના નામના સ્ટેમ્પ સાથે ઝડપાયા

બહુમાળીના ઠગો પર સપાટો, 3 વેન્ડર વકીલના નામના સ્ટેમ્પ સાથે ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક સમયે સરકારી કચેરીઓનું મુખ્યાલય કહેવાતા બહુમા‌ળી બિલ્ડિંગમાં આજની તારીખમાં ઘણી ઓછી કચેરીઓ રહી છે. તેમ છતાં ત્યાં નીચે પાર્કિંગમાં માત્ર ને માત્ર ટાઇપ-રાઇટરો અને ગેરકાયદે સ્ટેમ્પનો વેપાર કરનારાઓ કબજો જમાવીને બેઠા છે. અંગે તંત્રને જાણ હોવા છતાં સતત નજર અંદાજ કરવામાં આવતું હતું. જોકે દિવ્યભાસ્કરે અહેવાલ પ્રગટ કરતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. સોમવારે વહેલી સવારે 3 તલાટીઓને બહુમાળી મોકલવામાં આવ્યા હતા. જ્યાં ત્રણે વિવિધ ટેબલ પર સ્ટેમ્પ ખરીદ કરવા જતાં ત્યાં 20 રૂપિયાનો સ્ટેમ્પ 30 રૂપિયામાં આપતાં ત્રણને પકડી લેવાયા હતા. જેમાં સ્ટેમ્પ વેચનાર ચેતન નીતીનકુમાર ઠક્કર, મંછુભાઈ મગનભાઈ રાઠોડ અને રણછોડભાઈ રમણભાઈ પટેલને સ્ટેમ્પ વેચતા પકડવામાં આવ્યા હતા. ત્રણે સ્ટેમ્પ વેન્ડર પાસેથી વકીલના નામના સ્ટેમ્પ લઈને આવ્યા હતા. સતીષ ઠાકોર વકીલના નામના 20 રૂપિયાની કિંમતના 1354 સ્ટેમ્પ ચેતન પાસેથી મળી આવ્યા હતા. જ્યારે અશોકકુમાર શાહ વકીલના નામના 20 રૂપિયાની કિંમતના 16 નંગ સ્ટેમ્પ મંછુભાઈ પાસે મળી આવ્યા હતા. જ્યારે અશોક શાહ નામનો 20ની કિંમતનો સ્ટેમ્પ રણછોડ પટેલ પાસે મળી આવ્યો હતો. અંગે પ્રાંત અધિકારી અને તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્ટેમ્પના કાળાબજારિયાઓમાં ફફડાટ

બહુમાળીમાંસોમવારે સવારે 10:30 વાગ્યે સપાટો બોલાતાં આસપાસ બેસતા 100થી વધુ ટેબલ પર ફફડાટ ફેલાઈ ગયો હતો. ઘણા કાળાબજારિયાઓને મેસેજ મળી જતાં તેઓ આવ્યા હતા. તો ઘણાં સ્ટેમ્પ લઈને નાસી છૂટ્યા હતા. બપોર પછી પણ ભયનો માહોલ રહેતાં બહુમાળી પરિસર સૂમસામ રહ્યું હતું.

14 લોકોની ટીમ બનાવી ઓપરેશન કરાયું

કામગીરીમાટે 14 વ્યક્તિની ટીમ બનાવાઈ હતી. જેમાં 3 તલાટી ગ્રાહક બનીને ગયા હતા. સિવાય 45 મામલતદારો, 3 નાયબ મામલતદાર પણ ઓપરેશનમાં સામેલ હતા. સાથે સ્ટેમ્પ વેચનારાને પકડી પાડતા પ્રાંત અધિકારી, સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકનના ડેપ્યુટી કલેક્ટર અને સ્ટેમ્પ મૂલ્યાંકન વિભાગના 2 ઇન્સ્પેક્ટરો પણ સામેલ હતા.

નકલી ગ્રાહક મોકલ્યા હતા

^સોમવારે કાર્યવાહી કરવા ટીમ બનાવી યોજના તૈયાર કરી હતી. અંગે સિટી પ્રાંતને સૂચનાઓ આપી દેવાઈ હતી કે નકલી ગ્રાહક બનાવી સ્ટેમ્પ ખરીદી કરો. વધુ કિંમતે સ્ટેમ્પ આપે એટલે તરત પકડી કાર્યવાહી કરવી. જેથી આજે વહેલી સવારથી કાર્યવાહી કરવામાં આવી હતી. > મહેન્દ્રપટેલ, કલેક્ટર

ભાસ્કરમાં 8મીએ પ્રસિદ્ધ થયેલો અહેવાલ

બહુમાળીમાં છેલ્લા ઘણા વખતથી ટાઉટો સ્ટેમ્પના કાળાબજાર કરે છે. નીચે ટેબલ નાખીને બેસેલા ટાઇપ-રાઇટર વકીલના નામના ઢગલેબંધ સ્ટેમ્પ લઈને આવે છે. સ્ટેમ્પ તેઓ ઊંચી કિંમતે વેચે છે. જેમાં 20નો સ્ટેમ્પ 30 રૂપિયામાં, 50નો સ્ટેમ્પ 60 રૂપિયામાં અને 100નો સ્ટેમ્પ 120 રૂપિયામાં વેચાય છે. જો કે, સાતમા માળે સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકનની કચેરી છે. છતાં અધિકારીઓએ આજદિન કોઈ કાર્યવાહી કરી નથી.

ઉપર સ્ટેમ્પ ડ્યૂટી કચેરી નીચે કાળાબજાર

દિવ્ય ભાસ્કરના ‘ડીબી સ્ટાર’માં 8મીએ સ્ટિંગ ઓપરેશનનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો

તલાટીઓને ગ્રાહક બનાવી છટકું ગોઠવવામાં આવ્યું, એક ટાઉટ પાસે રૂ. 20ની કિંમતનાં 1354 નંગ સ્ટેમ્પ મળી આવ્યાં, ફફડેલા અન્ય કાળાબજારિયાઓ ભાગી છૂટ્યા

અન્ય સમાચારો પણ છે...