તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • અંબાબા સ્કૂલમાં હિન્દુ મુસ્લિમ બાળકોને જુદા બેસાડાતાં હોબાળો

અંબાબા સ્કૂલમાં હિન્દુ-મુસ્લિમ બાળકોને જુદા બેસાડાતાં હોબાળો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા હરિપુરામાં અંબાબા હાઇસ્કૂલ આવેલી છે. શાળામાં છેલ્લા કેટલાક દિવસોથી હિન્દુ અને મુસ્લિમ વિદ્યાર્થીઓને અલગ અલગ બેન્ચીસ પર બેસાડવાની ફરજ પડાઇ હતી. એટલું નહીં હિન્દુ અને મુસ્લિમ વિદ્યાર્થીઓએ અલગ અલગ રીસેસમાં નાસ્તો કરવાનું જણાવાયું હતું. આમ હિન્દુ-મુસ્લિમ ધર્મના નામે ભેદભાવ રાખવામાં આવતા વિદ્યાર્થીઓમાં આક્રોશ ફાટી નિકળ્યો હતો. વિદ્યાર્થીઓ અંગે વાલીને ફરિયાદ કરતાં સોમવારે વાલીઓ મોરચો લઇને શાળાએ પહોંચી ગયા હતા. વાલીઓનો આક્ષેપ છે કે શાળાના નવા આચાર્ય વીણાબેન પટેલ દ્વારા ધર્મના નામે ભેદભાવ કરી બાળકોને અલગ અલગ બેસવા સૂચના આપી હતી. ધર્મના નામે ભેદભાવ કરનાર આચાર્યને તાત્કાલિક અસરથી નોકરી પરથી કાઢી દેવામાં આવે. નહીંતર તમામ વિદ્યાર્થીઓ સામુહિક એલ.સી લઇ લેશે. વાલીઓના આક્ષેપને પગલે અંબાબા હાઇસ્કૂલના આચાર્ય પાસે જિલ્લા શિક્ષણાધિકારીએ ખુલાસો માંગ્યો હોવાની માહિતી સાંપડી છે.

વિદ્યાના મંદિરમાં ધર્મના નામે ભેદભાવ, વાલીઓ અકળાયા

રામપુરાની અંબાબા હાઇસ્કૂલમાં હિન્દુ -મુસ્લિમ વિદ્યાર્થીઓને અલગ અલગ બેસાડાતાં સોમવારે વાલીઓએ શાળા પર આવીને હોબાળો મચાવ્યો હતો અને આચાર્યાને છૂટા કરવા માગણી કરી હતી. તસવીર- ભાસ્કર

ભેદભાવ કરનારા શાળાના આચાર્યાને તાકીદે છૂટા નહીં કરાય તો LC લઇ લેવાની વાલીઓની ચિમકી

અન્ય સમાચારો પણ છે...