તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખરે હાર્દિકની ક્વોસિંગ પિટિશન પરત ખેંચાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| પાસનાકન્વીનર હાર્દિક પટેલ તરફે એડ્વોકેટ બી.એમ. માંગુકિયા મારફતે ક્વોસિંગ પિટિશન દાખલ થતાં તેના પિતા ભરતભાઇ પટેલે તે બાબતનો વિરોધ કર્યો હતો. તેમણે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પત્ર પાઠ‌વી બી.એમ. માંગુકિયા સામે પગલા લેવા વિનંતી કરી હતી. તેમણે આક્ષેપ કર્યો કે, તેમના પુત્ર કે તેમના પરિવારના સભ્યને પણ વિશ્વાસમાં લીધા સિવાય બી.એમ. માંગુકિયાએ ક્વોસિંગ પિટિશન દાખલ કરી હતી. અગાઉ તેમણે રીતે હાર્દિક જ્યારે સુરત જેલમાં હતો ત્યારે પણ તેની મંજૂરી સિવાય પિટિશન દાખલ કરી હતી. આજે કેસમાં ભેદી રીતે એડ્વોકેટ બી.એમ. માંગુકિયા મારફતે પિટિશન પરત ખેંચાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...