તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપનાવર્ચસ્વ અને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમિત શાહ |પાટીદાર સમાજે બહુ મોટો કાર્યક્રમ આયોજન કરીને ભાજપને સમર્થન આપ્યુ છે તે બદલ તમામનો આભાર માનુ છું. અત્યાર સુધી ભાજપનો વિકાસ થયો છે તે માટે પાટીદાર સમાજનો જે યોગદાન આપ્યુ છે અને જે પ્રમાણે ભાજપના વિકાસમાં પાટીદાર સમાજનો સિંહફાળો રહેલો છે તેનો હું ઋણ સ્વીકાર કરૂ છું.

વિજયરૂપાણી |આપ સૌએ અમારૂ સન્માન કરીને શક્તિ આપી છે. જેથી પ્રજાના કામો થાય અને સુખાકારી વધે તે સૌનૌ આભાર માનુ છું. પાટીદાર સમાજને ખાત્રી આપુ છુ કે ખેતી, સિંચાઇ, પીવાના પાણી અને સૌની યોજના થકી ખેડુતો અને ગામડુ સુખી થવાનુ છે.
ભાજપનાવર્ચસ્વ અને પાસના અસ્તિત્વના જંગમાં ગુરૂવારે પાસનો હાથ ઉપર રહ્યો હતો. નિયત કાર્યક્રમ મુજબ સમારંભ ચાર કલાક ચાલવાનો હતો તેના બદલે માત્ર એક કલાકમાં સમેટાઈ ગયો હતો. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેમના પ્રવચનો અનુક્રમે માત્ર ચાર મિનીટ અને બે મિનીટમાં પતાવી દેવાની ફરજ પડી હતી. આટલી મિનિટમાં અમિત શાહે પાટીદારોનો ઋણ સ્વીકાર્યો હતો જ્યારે મુખ્યમંત્રીએ સરકારી યોજનાઓ જણાવી હતી.કાર્યક્રમ શરૂ થતાની સાથે હોબાળો શરૂ થઈ ગયો હતો. મંચ પર ધમાલ શરૂ કરનારો યુવક પહેલેથી મીડિયા ગેલેરીમાં બેઠો હતો, અંગે ...અનુસંધાન પાનાં નં.11

આઇબીને અંદાજ હતો. સભામાં એક લાખ લોકો આવવાનો દાવો હતો પરંતુ માત્ર 10થી 15 હજાર લોકો આવ્યા હતા. પાટીદાર યુવાનોએ ચાર બસ અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. સ્થિતિ કાબૂમાં લેવા ટીયરગેસના સેલ છોડાયા હતા. 55થી વધુની ધરપકડ કરાઇ છે. બીઆરટીએસ બંધ કરાઇ છે. એસટી બસો પણ કામરેજને બદલે ઓલપાડ ડાયવર્ટ કરવી પડી હતી.

ચરમસીમા હતી કે સ્ટેજની નજીક મિડીયા ગેલેરીમાં બેઠેલા પાસના એક કાર્યકરે ઊભા થઈને સૂત્રોચ્ચાર કરતાં સરકારના ગુપ્તચર તંત્ર અંગે પણ શંકાના વાદળો ઊભા થયા હતાં. ધારીના ધારાસભ્ય નલિન કોટડીયા અને પાસના રેશ્મા પટેલ સહિત 55 લોકોની ધરપકડ કરાઈ હતી. અંધાધૂંધીના પગલે સ્થળ બહાર પણ પોલીસ પર પથ્થરમારો થયો હતો.જવાબમાં પોલીસને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. પી.પી. સવાણીની બે બસ તથા અન્ય બે ખાનગી બસ પર પથ્થરમારો કરાયો હતો. સભામાં ઉપસ્થિત પાટીદારોએ હાર્દિક તરફી તથા જય સરદાર, જય પાટીદારના સૂત્રોચ્ચાર કર્યા હતાં. ડોમમાં લોકોએ ખુરશી પણ ઉછાળી હતી અને અમિત શાહ ગો બેકના સૂત્રો પણ પોકાર્યા હતાં. એક લાખ લોકો આવવાના દાવા સામે માત્ર 10 થી 15 હજાર લોકો સમારંભમાં ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્ય અને કેન્દ્રના અનેક પ્રધાનો અને સંગઠનમાંથી ઘણાં કદાવર નેતા સ્ટેજ પર હાજર હોવા છતાં માત્ર ચાર નેતાઓએ ભાષણ કર્યા હતાં. તેમાં અમિત શાહ, વિજય રૂપાણી, પુરૂષોત્તમ રૂપાલા અને જીતુ વાઘાણીનો સમાવેશ થાય છે. માજી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સ્ટેજ પર હાજર હતાં પણ તેમણે ભાષણ કર્યુ નહોતું. કાર્યક્રમના પ્રારંભે સમારંભના આયોજક મહેશ સવાણી અને મુકેશ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં.

દરમિયાનમાં સાવચેતીના પગલારૂપે વરાછા વિસ્તારની બી.આર.ટી.એસ. બસ સેવા બંધ કરાઈ હતી. સાવચેતીના પગલારૂપે સુરતની બહાર કામરેજ થઈને જતી એસ.ટી. બસને ઓલપાડ - સાયણ માર્ગ પર ડાયવર્ટ કરાઈ હતી. સમારંભ સ્થળની બહાર નીકળેલા લોકોએ ભાજપના ખેસ અને ટોપી પણ સળગાવતા એક તબક્કે ગભરાટ ફેલાઈ ગયો હતો. આવા બનાવોને પગલે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધુ કડક બનાવાયો હતો.કોણે શું કહ્યું

{ચાર કલાક ચાલનારો કાર્યક્રમ પાસની ધમાલને કારણે 1 કલાકમાં પતી ગયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો