તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સ્કેટ આર્કિટેક્ચર કોલેજને બેસ્ટ કોલેજની ટ્રોફી મળી

સ્કેટ આર્કિટેક્ચર કોલેજને બેસ્ટ કોલેજની ટ્રોફી મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્કેટ આર્કિટેક્ચર કોલેજને બેસ્ટ કોલેજની ટ્રોફી મળી

સિટી રિપોર્ટર @srt_cbકાઉન્સિલઓફ આર્કિટેક્ચર દ્વારા ‘નાસા’ અંતર્ગત તમામ આર્કિટેક્ચર કોલેજ વચ્ચે 23 થી 25 સપ્ટેમ્બર દરમિયાન એકેડેમિક ડિઝાઈન કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમ્પિટીશના મુલ્યાંકન પરથી સુરતની ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચરને સતત 12 મી વખત બેસ્ટ એકેડેમિક વર્કની ‘રુબીન્સ ટ્રોફી તેમજ બેસ્ટ કોલેજની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને ટીચિંગની ગુણવતામાં સ્કેટ કોલેજને સૌથી શ્રેષ્ઠ પુરવાર કરવામાં આવી હતી. તે ઉપરાંત સ્પર્ધામાં સ્કેટને ઈન્ડસ્ટ્રીયલ ડિઝાઈન ટ્રોફી , ડિસ્કશન -1 માં દ્વિતિય ક્રમ અને પેનલ ડિસ્ક્શનમાં દ્વિતિય ક્રમ મેળવી કુલ પાંચ ટ્રોફી મેળવી હતી. સ્કેટ આર્કિટેક્ચર કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર પરસી એન્જીનિયરે જણાવ્યું હતું કે વર્ષે કોલેજને પ્રથમ વર્ષથી પાંચમાં વર્ષના એક-એક વિષયના કામ પરથી બેસ્ટ એકેડેમિક ટ્રોફી એનાયત કરી ટીંચિંગ ગુણવતામાં સૌથી શ્રેષ્ઠ કોલેજ પુરવાર કરવામાં આવી હતી.’

અન્ય સમાચારો પણ છે...