તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર

સુરત |જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આગામી 25 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અને સામાજિક સમરસતા સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. સ્વચ્છતા અને સામાજિક સમરસતા સપ્તાહની ઉજવણી અંતર્ગત શાળાઓમાં વિવિધ કાર્યક્રમો થનાર છે. જે અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી સ્વચ્છતા બાબતે સંકલ્પ પત્રો પર સહી કરાવવા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓને સૂચના આપી છે. તમામ શાળાના સંકલ્પ પપત્રો એકત્રિત કરીને આગામી 30 સપ્ટેમ્બર સુધીમાં શાળા વિકાસ સંકુલમાં જમા કરાવવાના રહેશે.

સ્વચ્છતા અભિયાન | વિદ્યાર્થીઓ પાસેથી સંકલ્પપત્રો સહી કરાવાશે

અન્ય સમાચારો પણ છે...