તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કલેક્ટરના પ્રોટોકોલ ખાતાનો કલાર્ક 1 હજાર રૂપિયાની લાંચ લેતાં ઝડપાયો

કલેક્ટરના પ્રોટોકોલ ખાતાનો કલાર્ક 1 હજાર રૂપિયાની લાંચ લેતાં ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલેક્ટરકચેરીના પ્રોટોકોલ વિભાગના ક્લાર્કને એસીબીએ રૂ.1 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. વરાછાના યુવક પાસેથી ક્લાર્કે જનરલ સ્ટેમ્પના રીફન્ડનો ઓર્ડર કાઢી આપવાના બદલામાં લાંચની માંગણી કરી હતી.

વરાછા વિસ્તારમાં રહેતા એક યુવાનને મિલ્કત બાબતે વિવાદ ચાલતો હતો. દરમિયાન તેમના પિતાનું અવસાન થતા તેમણે વિલ પ્રોબેટનું સર્ટીફીકેટ મેળવવા એપ્લીકેશન કરી હતી. તેના માટે તેમણે અમદાવાદ સિવિલ કોર્ટમાં કોર્ટ ફી પેટે જ્યુડીશીયલ સ્ટેમ્પ રજુ કરવાના હતા. જોકે તેમણે ભુલથી કોર્ટ ફી સ્ટેમ્પની જગ્યાએ રૂ.75 હજારના નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ ખરીદી લીધા હતા. અમદાવાદ સિવિલ કોર્ટમાં સ્ટેમ્પ રજુ કરતી વખતે સ્ટેમ્પ નોન જ્યુડીશીયલ હોવાથી કોર્ટે સ્વીકાર્યા હતા. જેથી તેમણે ભુલથી ખરીદેલા સ્ટેમ્પ પરત કરી રીફન્ડ મેળવવા માટે સુરત ક્લેક્ટર કચેરીમાં અરજી કરી હતી. જોકે સુરત કલેક્ટર કચેરીના પ્રોટોકોલ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર કુમાર રમેશચંદ્ર મોતીવાલાએ જનરલ સ્ટેમ્પનો રીફન્ડ ઓર્ડર કાઢી આપવાના બદલામાં રૂ.1 હજારની લાંચની માંગણી કરી હતી. જેથી યુવકે એન્ટી કરપ્શન બ્યુરોનું છટકું ગોઠવાવ્યું હતું.

ભૂલથી જ્યુડિશિયલ સ્ટેમ્પની જગ્યાએ ખરીદેલા રૂ.75 હજારના નોન જ્યુડિશિયલ સ્ટેમ્પનો રીફંડ ઓર્ડર કાઢવાના બદલામાં લાંચ માંગી હતી

અન્ય સમાચારો પણ છે...