તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મોડાસા પાસે લક્ઝરી ટેલર વચ્ચે અકસ્માતમાં 4નાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા પાસે લક્ઝરી-ટેલર વચ્ચે અકસ્માતમાં 4નાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | મોડાસા/મોટીઇસરોલ

રાજસ્થાનનાભીમથી સુરત જતી લકઝરી બસના ટાયરને પંકચર થતાં મોટીઇસરોલ નજીક ટાયર બદલવા ઉભી રખાયેલ બસને પુરઝડપે હંકારાતી ટ્રક ટ્રેલરે ટક્કર મારી સર્જેલા અકસ્માતમાં 4 મુસાફરોના મોત નીપજયા હતા. જ્યારે ગમખ્વાર અકસ્માતમાં ઘવાયેલા 12 મુસાફરોને સારવાર અર્થે ખસેડાયા હતા. મોડી રાત્રે સર્જાયેલ અકસ્માતની જાણ થતાં રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બસ મોડાસા-શામળાજી માર્ગ પર પાર્ક કરી હતી. લકઝરી બસનો ચાલક અને કલીનર ટાયર બદલી રહયા હતા તે સમયે રાત્રીના 3.30 કલાકે માર્ગ ઉપરથી પુરઝડપે પસાર થઇ રહેલ ટ્રક ટ્રેલરના ચાલકે બસને ટક્કર મારતાં લકઝરી બસમાંથી નીચે ઉતરી આગળના ભાગે બેસેલા 4 મુસાફરો ઉપર લકઝરીના ટાયર ફરી વળતાં મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય 12 મુસાફરો ઘવાયા હતા. સ્થળ ઉપર મોતને ભેટેલા ડાલચંદ એસ.કલાલ(મેવાડા), ડાલચંદ ડી.કલાલ (મેવાડા), લાડુલાલ કલાલ (કુડેલી) અને ધર્મેશ પ્રજાપતિ (લાબોડી)ના મૃતદેહોને જરૂરી પોસ્ટમોર્ટમ કરાવી તેમના પરિવારને કબ્જો સોંપાયો હતો. જ્યારે ઘવાયેલા 12 મુસાફરોને મોડાસાની સાર્વજનિક હોસ્પીટલમાં ખસેડાયા હતા. અકસ્માત સ્થળેથી ટોલપ્લાઝાની એમ્બ્યુલન્સને જાણ કરવા છતાં સમયસર નહી પહોંચેલી સેવા સામે ભારે રોષ ફેલાયો હતો.

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લોકોએ હોસ્પિટલ ખસેડ્યાં

ટોલપ્લાઝાની એમ્બ્યુલન્સ મોડી આવતાં લોકોમાં ભારે રોષ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો