તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિનાની મહેનત કલાકમાં ધોવાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
1 કલાકમાં કાર્યક્રમ અટોપી લેવાયો

સુરત : પાટીદારઅનામત આંદોલન બાદ પહેલી ‌વખત પાટીદાર વિસ્તારમાં પાટીદાર અભિવાદન સમારોહના નેજા હેઠળ ભાજપના રાજસ્વી મહાનુભાવોના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમ માટે છેલ્લા એક મહિનાથી તૈયારી કરવામાં આવતી હતી. પરંતુ કાર્યક્રમમાં ભારે હોબાળો થતા એક કલાકમાં કાર્યક્રમ પુરો કરવો પડયો હતો.

માંડ 10થી 15 હજાર લોકોની હાજરી

સમારોહમાંબે લાખ કરતા વધુ લોકો આવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. તે માટે હીરાના કારખાનામાં રજા આપવા ઉપરાંત કેટલીક શાળાઓમાં પણ વાલીઓને ખાસ હાજર રહેવા માટે સુચના આપવામાં આવી હતી.તેમ છતાં કાર્યક્રમમાં માંડ 10થી 15 હજાર લોકો હાજર રહ્યા હતા.જ્યારે કાર્યક્રમમાં હોબાળો થવાની શરૂઆત થતા લોકો બહાર નીકળી ગયા હતા.

સભા મંડપમાં નારા લગાવતા પાટીદારોને પોલીસ દબોચી લઈને બહાર લઈ ગઈ હતી.

કેજરીવાલે ટ્વિટ કરી મજા લીધી

આમઆદમી પાર્ટીના નેતા કેજરીવાલે સુરતના પાટીદાર કાર્યક્રમના ફિયાસ્કાની ટ્વીટ કરીને મજા લીધી હતી. તેમણે આંદોલનકારીઓએ કરેલી તોડફોડના ફોટા ટ્વિટર પર મુકીને લખ્યું હતું કે, અમિત શાહની સભાના દૃષ્યો દર્શાવે છે કે, ભાજપ ગુજરાત ગુમાવી રહ્યું છે.

સભા મંડપમાં નાસભાગ થતાં પાટીદાર યુવાનોનાં કપડા ફાટી ગયા હતા.

અમિત શાહ આમંત્રણ આપવા ઊભા થતાં પાટીદારોએ હાર્દિકના નારા લગાવી હુરિયો બોલાવ્યો હતો.

શાહની અેન્ટ્રી બાદ કેટલાક લોકોએ હાર્દિક-હાર્દિકના નારાઓ લગાવવાનું શરૂ કર્યું

સુરતના પાટીદાર સમારોહમાં ગણીને 4 નેતા માંડ માંડ ભાષણ પૂરું આપી શક્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો