તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સિટિઝન અમ્બ્રેલા પર IT ની ઈન્વેસ્ટિગેશન વિંગના દરોડા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટિઝન અમ્બ્રેલા પર IT ની ઈન્વેસ્ટિગેશન વિંગના દરોડા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી આઈટીનો છત્રી ઉત્પાદકોને ત્યાં સરવે

છત્રીનાધંધામાં મોટું નામ ગણાતા સિટિઝન અમ્બ્રેલા મેન્યુફેક્ચરર લિ. પર ગુરુવારે આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગે દરોડા પાડ્યા હતા. દેશભરમાં કુલ 25 ઠેકાણે તપાસ શરૂ કરાઈ હતી, જેમાં સુરતના 5 સ્થળનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે તાજેતરમાં ડીઆઇ વિંગે માનસરોવર અને રઉફ બોમ્બેવાલાને ત્યાં તપાસ પૂર્ણ કરી હતી.

ગુરુવારે ઈન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓએ વહેલી સવારથી સચિન સ્થિત આવેલી સિટિઝન અમ્બ્રેલાના યુનિટ અને કોસંબાની ઓફિસ પર મળી કુલ 5 સ્થળે દરોડા પાડ્યા હતા. બીજી તરફ કંપનીની મુંબઇ સ્થિત કાલબાદેવી રોડ પર આવેલી મુખ્ય ઓફિસ, કોલકાતાની ઓફિસ, દિલ્હી, વાપી અને અમદાવાદમાં પણ સાગમટે તપાસ શરૂ કરાઈ હતી. નોંધનીય છે કે કંપનીના ડિરેકટર સંતોષકુમાર બાટિયા છે. કંપની દ્વારા બનાવાતી છત્રી એક્સપોર્ટ પણ થાય છે. આઇટી અધિકારીઓ હાલ તમામ જગ્યાએ હાથ લાગેલાં ડોક્યુમેન્ટની ચકાસણી કરી રહ્યા છે. બે વર્ષ પહેલાં પણ વિંગ પાસે કંપનીની માહિતી આવી હતી. જો કે, તે સમયે તપાસ થઈ હતી.

એક્સપોર્ટ-ઇમ્પોર્ટ કૌભાંડીઓ પણ લિસ્ટમાં

છત્રી એક્સપોર્ટ કરતી અગ્રણી કંપની વિશે બે વર્ષ પહેલાં પણ માહિતી આવી હતી ત્યારે તપાસ કરવામાં આળસ કરવામાં આવી હતી

સુરત અને વાપીના 5 સહિત દેશનાં 25 ઠેકાણે તપાસ

આઇટીના સૂત્રો કહી રહ્યા છે કે આઇડીએસમાં હજી સુધી એક્સપોર્ટ અને ઇમ્પોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલાં વેપારીઓ આવ્યા નથી. ઉપરાંત જેઓ અગાઉ ઇઓયુ સહિતની વિવિધ સ્કીમ અને લાઇસન્સનો દુરૂપયોગ કરી સરકારને ચૂનો ચોપડી ચૂક્યા છે તમામ હાલ સ્કીમથી અળગા રહ્યા છે. વિંગ પાસે પેની સ્ટોકની માહિતી પહોંચી છે જ્યારે ડીઆરઆઇ અને કસ્ટમ પાસેથી પણ વિગતો ટૂંક સમયમાં પહોંચે એવી સંભાવના છે. ગુરુવારે આઇટીમાં અન્ય એજન્સીના ઉચ્ચ અધિકારીઓના આંટાફેરાથી કંઇક રંધાતું હોવાની શક્યતા પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો