તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • CMને રજૂઆત કરવા જતાં ખેડૂતોને પોલીસે ડીટેઇન કર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CMને રજૂઆત કરવા જતાં ખેડૂતોને પોલીસે ડીટેઇન કર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શાકભાજીનાભાવને લઇને પખવાડીયાથી એપીએમસી વહીવટકર્તા-વેપારી તેમજ ખેડૂતો વચ્ચે ચાલી રહેલી ઘર્ષણ વચ્ચે સુરત આવેલા સી.એમના એક કાર્યક્રમમાં શાકભાજીના ટોપલા સાથે વિરોધ નોંધાવા જઇ રહેલા 50 જેટલા ખેડૂતોની પુણા પોલીસે અટક કરી હતી. આંદોલનના કારણે 120 થી 150 રૂપિયામાં વેચાણ થઇ રહેલા ભીંડાના ગુરૂવારે એપીએમસી વેપારીઓ દ્વારા 250 રૂપિયા ચૂકવાયા હતા.

શાકભાજીના ટેકાના ભાવને લઇને નુકસાન ભોગવી રહેલા ખેડૂતો દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને શાકભાજી દેશ-વિદેશના માર્કેટમાં વેચી આપવાની માંગણી સાથે માથે શાકભાજીના ટોપલા મૂકી રેલી યોજવાનું દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ તેમજ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા આયોજન કરાયું હતું. જેમાં આયોજન રૂપે અંદાજે 2000 જેટલા ખેડૂતો રેલીમાં જોડાવવાના હતા. જે એપીએમસી શરૂ થઇ પી.પી.સવાણી અબ્રામા ખાતે મુખ્યમંત્રીના અેક કાર્યક્રમમાં પૂર્ણ થવાની હતી. પરંતું ગુરૂવારે 3:30 વાગ્યાની આસપાસ શરૂ થયેલી રેલીને પુણા પોલીસે એપીએમસી ગેટ પર અટકાવી દઇ. 50 જેટલા ખેડૂત તેમજ તેમના આગેવાનોની અટક કરી હતી.

ઘટના મુજબ સી.એમે આપેલા સ્ટેટમેન્ટ ગુજરાતનો ખેડૂત હવે ગ્લોબલી ફેમસ થયો છે. મુદ્દાને લઇને સ્થાનિક ખેડૂતો શાકભાજીના ટેકાના ભાવને લઇને સંઘર્ષ કરી રહ્યા છે. જેને હવે દેશ-વિદેશમાં વેચી આપવાની માંગ સાથે ગુરૂવારે સાંજે 150 જેટલા ખેડૂતો રેલી કાઢી વિરોધ નોંધાવવા જવાના હતા. અંગે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ જયેશ પાલ અને ખેડૂત સમિતિ પ્રમુખ જયેશ સુમુલ સાથે થયેલી વાતચીતમાં તેમણે જ્ણાવ્યું હતું કે અમે રેલી કાઢવાની પોલીસ પરવાનગી માંગી હતી પરંતુ અમને પરવાનગી આપી એપીએમસી માર્કેટના ગેટથી અટકાવી દેવામાં આવ્યા હતા. પોલીસ પાસે વાહનવ્યવસ્થાના અભાવે મર્યાદિત ખેડૂતોને ડિટેઇન કર્યા જ્યારે બાકીના ખેડૂતોને રવાના કરી દેવામાં આવ્યા હતા.

બુધવારે મોડી રાત્રે ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલની આગેવાનીમાં ખેડૂત સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓની કૃષિ મંત્રી રૂપાલા સાથે બેઠક મળી હતી. જેમાં કૃષિ મંત્રીએ ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી દિલ્હી આપવાનું તેડું આપ્યું હતું.

ખેડૂતોના આંદોલનના કારણે ભીંડા 250 રૂપિયે મણ વેચાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો