તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • 20 સ્થળે આઈટીના સરવેમાં 6.50 કરોડની બેનામી આવકની કબૂલાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

20 સ્થળે આઈટીના સરવેમાં 6.50 કરોડની બેનામી આવકની કબૂલાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આવકવેરાવિભાગ દ્વારા યાર્ન, કેમિકલ, ડાયમંડ, કોલસા સપ્લાયર્સ અને કેમિકલ વેપારી મળી કુલ 20 જગ્યાએ સરવેમાં રૂપિયા 6.50 કરોડની બેનામી આવકની જાહેરાત થઈ હતી. સરવેના બીજા દિવસે 10 સ્થળે તપાસ ચાલુ છે

સીઆઇટી-3 રજનીકાંત ગુપ્તાની આગવાની હેઠળ કતારગામના રિદ્ધિ-સિદ્ધિ બિલ્ડર, કેમિકલના ધંધા સાથે સંકળાયેલાં રોયલ ઇન્ક અને માંગુકિયા બ્રધર્સ નામક ડાયમંડ પેઢીના ધંધાકીય સ્થળ પર સરવે શરૂ કરાયો હતો. જેમાં માંગુકિયા બ્રધર્સ દ્વારા રૂપિયા 4 કરોડ અને રોયલ ઇન્ક દ્વારા રૂપિયા 2.50 કરોડનું કેપિટલ ગેઇન કબૂલ કરાયું હતું. બંને ફર્મ આઇડીએસ તરફ વળી હતી. આઇટીની રેન્જ-1ના એડિશનલ કમિશનર શીવ સેવકની આગેવાની હેઠળ કીમની મિત્તલ ફિલા પ્રા. લિ. અને અંબાજી જીઓ ટેક્સ પ્રા. લિ. મળી કુલ પાંચ ઠેકાણે શરૂ કરાયેલો સરવે બીજા દિવસે યથાવત હતો. કેસમાં પણ કેપિટલ ગેઇનનો મામલો અગ્રસ્થાને છે. ઉપરાંત રેન્જ-4ની ટીમ દ્વારા શેર પ્રીમિયમની ગેરરીતિમાં સહારા દરવાજા સ્થિત કોલ ટ્રેડર્સ એસન્ટ ટ્રેડર્સ લિન્કને ત્યાં તપાસ પણ ગુરુવારે યથાવત રહી હતી.

13.40 કરોડની જાહેરાત

સી.એમયંક દેસાઈ દ્વારા કતારગામના બિલ્ડરના રૂપિયા 5.30 કરોડની જાહેરાતના ડોક્યુમેન્ટ આઇટીમાં રજૂ કરાયા હતા. જ્યારે સિટીલાઇટના બિલ્ડરે રૂપિયા 8.30 કરોડની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો