તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેજ-1નું અનુસંધાન...

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જવાબમાંપોલીસને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. પી.પી. સવાણીની બે બસ તથા અન્ય બે ખાનગી બસ પર પથ્થરમારો કરાયો હતો. સભામાં ઉપસ્થિત પાટીદારોએ હાર્દિક તરફી તથા જય સરદાર, જય પાટીદારના સૂત્રોચ્ચાર કર્યા હતાં. ડોમમાં લોકોએ ખુરશી પણ ઉછાળી હતી અને અમિત શાહ ગો બેકના સૂત્રો પણ પોકાર્યા હતાં. એક લાખ લોકો આવવાના દાવા સામે માત્ર 10 થી 15 હજાર લોકો સમારંભમાં ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્ય અને કેન્દ્રના અનેક પ્રધાનો અને સંગઠનમાંથી ઘણાં કદાવર નેતા સ્ટેજ પર હાજર હોવા છતાં માત્ર ચાર નેતાઓએ ભાષણ કર્યા હતાં. તેમાં અમિત શાહ, વિજય રૂપાણી, પુરૂષોત્તમ રૂપાલા અને જીતુ વાઘાણીનો સમાવેશ થાય છે. માજી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સ્ટેજ પર હાજર હતાં પણ તેમણે ભાષણ કર્યુ નહોતું. કાર્યક્રમના પ્રારંભે સમારંભના આયોજક મહેશ સવાણી અને મુકેશ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં.

દરમિયાનમાં સાવચેતીના પગલારૂપે વરાછા વિસ્તારની બી.આર.ટી.એસ. બસ સેવા બંધ કરાઈ હતી. સાવચેતીના પગલારૂપે સુરતની બહાર કામરેજ થઈને જતી એસ.ટી. બસને ઓલપાડ - સાયણ માર્ગ પર ડાયવર્ટ કરાઈ હતી. સમારંભ સ્થળની બહાર નીકળેલા લોકોએ ભાજપના ખેસ અને ટોપી પણ સળગાવતા એક તબક્કે ગભરાટ ફેલાઈ ગયો હતો. આવા બનાવોને પગલે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધુ કડક બનાવાયો હતો.

રૂપાણીએરાજ્ય સરકારની કામગીરી જણાવી મુખ્યમંત્રીવિજય રૂપાણી તો માત્ર બે મિનીટ બોલ્યા હતાં. તેમાં પણ તેમણે રાજ્ય સરકારની વિવિધ યોજનાના ગુણગાન ગાયા હતાં. સૌરાષ્ટ્રમાં સિંચાઈની સ્થિતિ તથા સૌની યોજનાનો ઉલ્લેખ કરી પાટીદારોને વિકાસમાં સાથ આપવા જણાવ્યું હતું.

કેજરીવાલ...

વિકાસઅને પંજાબિયત માટે તેમની સાથે જોડાવવા અપીલ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજકારણ માટે તેઓ કપિલ શર્માનો શો નહીં છોડે. સિદ્ધુ સાથે પૂર્વ ઓલિમ્પિયન અને ધારાસભ્ય પરગટ સિંહ, લુધિયાણાના અપક્ષ ધારાસભ્ય બલવિન્દર સિંહ બૈંસ અને સિમરજીત સિંહ બૈંસ ઉપસ્થિત હતાં.

પાક.પર...

એકલોપાડી દેવાનો અને તેના પર પ્રતિબંધ લાદી આતંકવાદના વૈશ્વિક નિકાસકારને રોકવાનો સમય પાકી ગયો છે. મોદીએ લાઓસના વિએનતિયાનમાં 11મી ઇસ્ટ એશિયા સમિટ (ઇએએસ)માં તેમના ભાષણમાં કહ્યું કે, અમારી પડોશમાં એક દેશ છે, જેનો સ્પર્ધાત્મક લાભ માત્ર આતંકવાદ પેદા કરવામાં અને તેની નિકાસ કરવામાં છે.

લાઓસમાંમોદી ઘણા દેશોના વડાઓને મળ્યાઇએએસની સમાંતરેગુરુવારે મોદી અમેરિકી પ્રમુખ બરાક ઓબામા, ચીનના વડાપ્રધાન લી કેકિઆંગ, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે, લાઓસના વડાપ્રધાન થોંગલાઉન સિસોઉલિથ, દ.કોરિયાના પ્રમુખ પાર્ક ગ્યુન-હે અને મ્યાનમારનાં વિદેશ મંત્રી આગ સાન સૂ કીને પણ મળ્યા હતા.

મ્યાનમારપાસેથી દાળની ખરીદીની શક્યતા મોદીએમ્યાનમારનાં વિદેશમંત્રી સૂ કીને ગોવામાં યોજાનારી બ્રિક્સ-બિમ્સટેક શિખર બેઠકમાં મળવાની આશા વ્યક્ત કરી અને મ્યાનમાર પાસેથી દાળની ખરીદીના દીર્ઘકાલીન કરારની શક્યતા પર પણ વાત કરી.

અભ્યાસકરવા...

13અથવા 14 સપ્ટેમ્બરે સેન્ટરનું ઉદ્ઘાટન થશે. એજ્યુકેશન યુએસએના તેજલ વસાવડાના જણાવ્યા મુજબ, સેન્ટરમાં અમેરિકાની તમામ અધિકૃત સ્કૂલ્સમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને સુવિધા ઉપલબ્ધ બનાવાશે.

વય78 વર્ષ...

રાણાપ્રતાપસાગર બંધના વિસ્થાપિતો માટે વસેલા ગામમાં 2004 સુધી લોકો 7 કિમી સુધી ચાલીને પાણી ભરી લાવતા હતા. 60 લાખ રૂ.ની યોજના મંજૂર થઇ. તેમણે ગામને મહેસૂલી ગ્રામ જાહેર કરાવ્યો જેથી ગામને બજેટનો સીધો લાભ મળી શકે.અધિકારીઓ ધુત્કારે તો ટોચના અધિકારી સુધી પહોંચી જતા. અધિકારીઓએ હાર સ્વીકારી તેમનું કામ કરવું પડે.પ્રથમ કિસ્સો : જ્યારે પાણીની અછત હતી ત્યારે કંવરલાલે તત્કાલીન એસડીએમ દેવીલાલ સાથે મુલાકાત કરી. દેવીલાલે એમ કહી ધુત્કાર્યો કે, તમે ગામ માટે મોકલેલું પાણી પશુઓને પીવડાવી દો છો, ટેન્કરોની સંખ્યા નહીં વધે. પછીથી એસડીએમએ નમવું પડ્યું.

પ્રીતિરાઠી...

થયોહોઈ ગુરુવારે અંકુરને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

દિલ્હીમાંથી નૌકા દળની હોસ્પિટલમાં નોકરી ઉપર હાજર થવા માટે પ્રીતિ 2 મે, 2013માં મુંબઈમાં પિતા અને સગાં સાથે આવી હતી. જોકે બાંદરા ટર્મિનસ સ્ટેશન ઉપર અંકુર પનવારે તેની ઉપર એસિડ હુમલો કર્યો હતો. હુમલામાં પ્રીતિની એક આંખને ભારે ઈજા થઈ હતી. તે સિવાય હુમલામાં તેના પિતા, માસી, કાકા અને અન્ય બે પ્રવાસીઓ પણ જખમી થયાં હતાં. એસિડ હુમલામાં પ્રીતિના યકૃતને પણ ગંભીર ઈજા થઈ હતી. હુમલા પછી પ્રીતિએ મહિના સુધી મૃત્યુ સામે લડત આપી હતી. જોકે સારવાર ચાલુ હતી ત્યારે તેનું મૃત્યુ થયું હતું.

કેજરીને...

દિલ્હીસરકારની દલીલ કોર્ટે ફગાવી દીધી. સભ્યપદ રદ કરવા ચૂંટણીપંચ પણ કરી રહ્યું છે સુનાવણી 21 ધારાસભ્યોના સભ્યપદ પર પણ તલવાર લટકી રહી છે. લાભના હોદ્દા મામલે સભ્યપદ રદ કરવા મુદ્દે ચૂંટણીપંચ સુનાવણી કરી રહ્યું છે. પંચે મુખ્ય સચિવ શર્મા પાસેથી 6 સવાલોના જવાબ માગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો