તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • પિંજરત ટેક્સટાઇલ પાર્ક માટે ઉદ્યોગમંત્રી પટેલની હરી ઝંડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પિંજરત ટેક્સટાઇલ પાર્ક માટે ઉદ્યોગમંત્રી પટેલની હરી ઝંડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{ ચેમ્બર દ્વારા એક-બે દિવસમાં જમીનની માંગણીને લઇને રાજ્ય સરકારને અરજી કરાશે

બિઝનેસ રિપોર્ટર | સુરત

સુરતઆવેલા ગુજરાત રાજ્યના ઉદ્યાગ,નાણાં તેમજ ખાણ-ખનિજ મંત્રી રોહિત પટેલ સાથે સુરતના ઉદ્યોગકારોની મિટીંગનું નાનપુરા સમૃધ્ધિ ખાતે ચેમ્બર ઓફ કોમર્સે આયોજન કર્યું હતું. જેમાં ટફને મોર્ડનાઇઝ કરવાની સાથે, ટેક્ષટાઇલને પ્રોત્સાહન આપવા માટે મેગા કલ્સટર પ્રોજેક્ટમાં રાજ્ય સરકારની સહાય આપવાની માંગણી થઈ હતી.

ઉદ્યોગમંત્રી રોહિત પટેલની બેઠક દરમ્યાન ચેમ્બર તરફથી ટેક્ષટાઇલને પ્રોત્સાહન મળે તેમજ અન્ય દેશોની સરખામણીએ એક્સપોર્ટ વધે તે હેતુથી ચેમ્બર પ્રમુખ બી.એસ.અગ્રવાલે રજૂઆતો કરતાં જણાવ્યું હતું કે ટેક્સટાઇલ ઉદ્યોગને વિકાસ માટે રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ માટે એક સેન્ટર ઓફ એક્સેલેન્સની જરૂર, ટેક્ષટાઇલ એકમોને રાહત દરે વિજળી પુરી પાડવામાં માંગણી, યાર્ન બેંરમાટે રાજ્ય સરકાર તરફથી ભંડોળ પુરૂ પાડવાની માંગણી સાથે સોલાર ઉર્જા માટે પાલિકા દ્વારા શરૂ કરાયેલી રૂફ ટોપ યોજના પરથી વેટનું ભારણ હટાવવાની માંગણી પણ કરાઈ હતી.

ઉપરાંત અન્ય દેશોની સરખામણીએ સ્થાનિક ટેક્ષટાઇલકારોને વેપારનો વ્યાપ વધે તેમજ વિશ્વસ્તરીય ગુણવત્તા સાથેના વધુ ઉત્પાદન ક્ષમતાવાળા વિવિંગ, પ્રોસેસિંગ એકમો માટે મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપવા સુરત નજીક પિંજરત ખાતે 50 લાખ ચો.કિ.મીની સરકાર પાસે રાહત દરે ફાળવી આપવાની માંગ કરી હતી. સાથે ચેમ્બરની વેટ કમિટી દ્વારા વેટને લગતી સમાધાન યોજનાનો યોગ્ય રીતે તમામ વેપારીઓને મળે તે માટે વૈકલ્પિક માર્ગ કાઢવાની માંગણી સાથે મોબાઇલ ટ્રિબ્યુનલની વ્યવસ્થા સ્થાનિક સ્તરે કરવાની માંગણી કરવામાં આવી હતી. અંગે ચેમ્બર પ્રમુખ બી.એસ. અગ્રવાલ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે, પીંજરત ટેક્સટાઇલ પાર્ક માટે મંત્રી રોહિત પટેલને જગ્યા બતાવવામાં આવી હતી. તેમણે નિરીક્ષણ કરતાં પ્રોજેકટ માટે હરી ઝંડી બતાવી મળતી સહાયઓ પુરી પાડવાનું આશ્વાસન આપ્યું છે. જેને પગલે ચેમ્બર દ્વારા આવનારા એક-બે દિવસમાં જમીનની માંગણીને લઇને રાજ્ય સરકારને અરજી કરવામાં આવશે.

ટફ યોજનાનો મોડર્નાઇઝ કરવા, વિજળી બિલમાં રાહત તેમજ વેટ-જીએસટીના પગલે ઉદ્યોગમંત્રીને રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો