તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • પિતાએ વિનંતી કરી,માફી માંગી પરંતુ દીકરી ટસની મસ થઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પિતાએ વિનંતી કરી,માફી માંગી પરંતુ દીકરી ટસની મસ થઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મંગળવારેરાત્રે ખટોદરા પોલીસ મથકમાં હ્રદયને હચમચાવી નાખનારા દ્દશ્યો સર્જાયા હતા. વિધર્મી યુવક સાથે ભાગી જનાર 19 વર્ષીય યુવતીને તેમના પ્રેમી સાથે ખટોદરા પોલીસ મધ્યપ્રદેશના બરહાનપુરથી લઇ આવી હતી. પોલીસ મથકમાં યુવતીના પિતાએ વિધર્મી યુવકને છોડીને ઘરે આવવા વિનંતી કરી. તેમની કોઇ ભુલ હોય તો માફી માંગી પરંતુ યુવતી ટસની મસ થઇ હતી. આખરે યુવતી પ્રેમી સાથે રહેવાની જીદે વળગી રહેતાં પોલીસે પ્રેમીપંખીડાનો જવાબ લઇને રેલવે સ્ટેશન સુધી મુકી આવી હતી. જોકે ત્યારે પણ યુવતીના સંબંધીઓ તરફથી હંગામો થતાં મામલો મહિધરપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો.

ભટારમાં રહેતું ધનાઢ્ય રાજસ્થાની પરિવાર પહેલાં મધ્યપ્રદેશના બરહાનપુરમાં રહેતું હતું. રાજસ્થાની પરિવારની દીકરી પ્રિયા(નામ બદલ્યું છે) બરહાનપુરમાં એક વિધર્મી યુવકના પ્રેમમાં હતી. ત્યાં તેના પરિવારને વિશે ખબર પડી હતી. યુવતીને પરિવારે સમજાવી પરંતુ યુવતી નહીં માનતા આખરે પરિવાર બરહાનપુર છોડીને સુરત આવી ગયો હતો. તેઓ સુરત આવ્યા ત્યાર બાદ પણ પ્રિયા વિધર્મી યુવકના સંપર્કમાં હતી. બરહાનપુરમાં પ્રિયા 18 વર્ષની પણ હતી. તે 18 વર્ષની થતાં તેની હિંમત વધી ગઇ હતી. આખરે ત્રણેક અઠવાડિયા પહેલાં પ્રિયા તેના વિધર્મી પ્રેમી સાથે ભાગી ગઇ હતી. તેના પરિવારે ખટોદરા પોલીસ મથકમાં ગૂમ થવાની ફરિયાદ આપી હતી. ત્યારબાદ રાજસ્થાની સમાજે પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી કે પ્રિયાને વિધર્મી યુવક ભગાવી ગયો છે. લવ જેહાદ છે. પોલીસ કમિશનરે ખટોદરા પોલીસે તપાસ કરવાનું કહ્યું હતું. પ્રિયા અને યુવક બરહાનપુરમાં હોવાની માહિતી ‌મળતાં ખટોદરા પોલીસ બરહાનપુર જઇને મંગળવારે બંનેને સુરત લઇ આવી હતી. અહીં પોલીસ મથકમાં પ્રિયાના પિતા સહિતના પરિવારજનો અને સમાજના અન્ય આગેવાનો આવી ગયા હતા. ત્યાં પ્રિયાના પિતાએ ઘરે પરત આ‌વવા વિનંતી કરી હતી. તેની બધી ભુલો માફ કરી દેવાનું વચન આપ્યું હતું. છતાં પ્રિયા માની હતી. તેના પિતાએ કહ્યું કે તેમના પ્રેમમાં કે કાંઇ આપવામાં કે ખુશી આપવામાં કંઈ બાકી રહી ગયું હોય તો માફી માંગી હતી. પરંતુ પ્રિયાના મન પર વિધર્મી યુવકના પ્રેમનો પ્રભાવ હોવાથી તે ટસનીમસ થઇ નહતી.પ્રિયાએ યુવક સાથે રહેવાની જીદ પકડી રાખતા આખરે પોલીસે બંનેના નિવેદનો લઇને બરહાનપુર જવા દીધા હતા. પોલીસ રેલવે સ્ટેશન સુધી પ્રિયા અને યુવક સાથે ગઇ હતી. ત્યાં પ્રિયાના પરિવારજનો પહોંચી જતા આખરે મામલો મહિધરપુરા પોલીસ મથકમાં પહેંચ્યો હતો. ત્યાંથી કોઈને ખબર પડે રીતે પ્રિયા અને યુવકને રવાના કરાયા હતા.

યુવતી પુખ્ત વયની હોવાથી નિર્ણય લેવા સ્વતંત્ર છે

^પ્રિયાતેના પ્રેમી સાથે રહેવા માંગે છે. કાયદા મુજબ તે પુખ્ત વયની હોવાથી તે કોઈપણ નિર્ણય લેવા સ્વતંત્ર છે. પ્રિયાએ બરહાનપુરામાં રહેતા વિધર્મી યુવક સાથે લગ્ન કરી લીધા છે. > પી.કે. પટેલ, પોલીસઇન્સ્પેક્ટર,ખટોદરા પોલીસ મથક

વિધર્મી યુવક સાથે ભાગી ગયેલી દીકરીના પિતાનો વિલાપ

રાજસ્થાની સમાજે પોલીસ કમિશનરને લેખિતમાં અરજી આપતાં પોલીસ બરહાનપુરથી બંનેને પકડી લાવી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો