તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • બીજેપીના નવા કાર્યાલયના ઉદ્દઘાટનમાં પાટીલ ગેરહાજર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીજેપીના નવા કાર્યાલયના ઉદ્દઘાટનમાં પાટીલ ગેરહાજર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાજપનારાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં ઉધના જીવનજ્યોત પાસે નવ નિર્મિત ભાજપના કાર્યાલયનું ગુરૂવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતંુ. કાર્યક્રમાં નવસારીના સાંસદ સી.આર.પાટીલ અને લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ ગેરહાજર રહેતા ઉદ્દઘાટનની સાથે સાથે બંને નેતાઓની ગેરહાજરીની ચર્ચા વધુ હતી.

છેલ્લા ત્રણ વર્ષથી ભાજપનું નવું કાર્યાલય બનાવવા માટેની મહેનત માજી સાંસદ પ્રવિણ નાયક દ્વારા કરવામાં આવતી હતી. તે વાતની કબુલાત કાર્યાલયના ઉદ્દઘાટન સમારોહમાં શહેર ભાજપ પ્રમુખ નિતીન ભજીયાવાલાએ કરી હતી. તેમણે કહ્યું કે જે પ્રમાણે આપણે કઇંક મેળવવા માટે મંદિરમાં જઇએ છે તે પ્રમાણે પણ મંદિર છે. જેથી તેમાં કાર્યકર્તાઓએ રોજ આવવું જોઇએ. કારણ કે ઘરબેઠાં બેઠાં કશું મ‌ળતું નથી. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખનંુ ફુલહાર અને મોમેન્ટોથી સન્માન કરવા માટે શહેર ભાજપ પ્રમુખ સહિત છેલ્લી ચાર ટર્મના પ્રમુખોએ કર્યું હતું. અમિત શાહને પહેરાવવા માટે લવાયેલા હારને પોતે પહેરવાને બદલે કાર્યાલય બનાવવામાં મહત્વની ભુમિકા ભજવનાર પ્રવિણ નાયકના પહેરાવી તેમનું અનોખું સન્માન કર્યંુ હતંુ. તેમજ તેમને આપવામાં આવેલા મોમેન્ટો અને શાલ પર પ્રવિણ નાયકને પહેરાવી હતી. ત્યારે સભાખંડ તાળીયોના ગડગડાટ સાથે ગુંજી ઉઠયો હતો. કાર્યક્રમમાં અમિત શાહ એક પણ શબ્દો બોલ્યા નહીં હોવા છતાં જે રીતે પ્રવિણ નાયકનું સન્માન કર્યું હતું.

ઉધના ખાતે ભાજપના કાર્યાલયનું રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, જીતુ વાઘાણી અને મુખ્યમંત્રીએ ઉદ્દઘાટન કર્યું હતું. તસવીર-રિતેશપટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો