તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • વેડ વરિયાવને જોડતો બ્રિજ બનાવવા દરખાસ્ત તાત્કાલિક સ્થાયીમાં રજૂ કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેડ-વરિયાવને જોડતો બ્રિજ બનાવવા દરખાસ્ત તાત્કાલિક સ્થાયીમાં રજૂ કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

શહેરમાંથયેલા વસ્તી વધારાને ધ્યાને રાખીને વેડ વરીયાવ વચ્ચે બ્રિજ બનાવવા માટેની સૈધ્ધાંતિક મંજૂરી માંગતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં મુલતવી રહ્યા બાદ ફરી વખત રજૂ કરવામાં આવી છે. તેમાં પાટીદાર અભિવાદન સમારોહ સાથે જોડાયેલા કેટલાક આગેવાનોની જમીન વરીયાવ તરફે આવેલી હોવાના કારણે બ્રિજ બનાવવામાં આવે તો જમીન સોનાની લગડી સમાન બની જવાની શક્યતા રહેલી છે. તેના કારણે વેડ વરીયાવ વચ્ચે બ્રિજ બનાવવા માટેની દરખાસ્ત તાત્કાલિક સ્થાયી સમિતિમાં રજૂ કરાઇ છે.

જાન્યુઆરી માસમાં વેડ વરીયાવ બ્રિજ બનાવવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ત્યારે વિવાદ થતાં દરખાસ્તને મુલતવી રાખી હતી. સ્થળ વિઝીટ કર્યા બાદ બ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં જગ્યા પર બ્રિજ બનાવવાની તાત્કાલિક કોઇ જરૂરીયાત નહીં હોવાની વાત જેતે સમયે ભાજપના કેટલાક પદાધિકારીઓએ રજૂ કરી હતી. તેના કારણે બ્રિજ બનાવવાનો નિર્ણય મુલતવી રાખ્યો હતો. આઠ મહિના પછી ફરી વખત દરખાસ્ત રજૂ કરી છે. એવી ચર્ચા શરૂ થઇ છે કે પાટીદાર અભિવાદન સમારોહ સાથે જોડાયેલા આગેવાનોની જમીનની કિંમતના ભાવ બમણાથી ત્રણ ગણા થઇ જાય તે માટે સમગ્ર તજવીજ શરૂ કરવામાં આવી છે. તેના કારણે છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી પાટીદાર વિસ્તારમાં કોઇ કાર્યક્રમનંુ આયોજન નહીં કરી શકનાર ભાજપ આડકતરી રીતે આયોજકોનુ ઋણ ચુકવવા માટે લટકો ફટકો કરી નાંખીને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવનાર છે.

સમિતિમાં વિકલ્પ રજૂ કરાયા

1.વરીયાવગામતળમાંથી બ્રિજને પસાર કરવામાં આવે તો 30 મીટરના બ્રિજના એપ્રોચ માચે 3 ખુલ્લા પ્લોટ, 31 કાચા મકાનો અને 7 પાકા મકાનો દૂર કરવા પડે તેમ છે. તેના લીધે બ્રિજની લંબાઇ ઘટતા બ્રિજ અંદાજિત 92.31 કરોડના ખર્ચે તૈયાર થઇ શકે.

2. વેડરોડને સમાંતર કરાડા રોડ તેમજ વરીયાવ તરફનો છેડો વરીયાવ ગામતળની હદમાંથી પસાર કરાઇ તેમ છે. તેના કારણે વેડ બાજુ 24 મીટર પહોળો રસ્તો બનાવવો પડે અને બ્રિજની લંબાઇ વધતા 120 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થાય તેમ છે.

3. એક પણ મિલકત તોડ્યા વિના વેડરોડના હયાત રોડ પરથી બ્રિજને વરીયાવ તરફ લઇ જવામાં આવેતો વરીયાવમાં આવેલા કબ્રસ્તાનની જગ્યાનો કબજો લઇને રસ્તો બનાવવો પડે તેમ છે. તેમાં કબ્રસ્તાનની જગ્યા પર રસ્તો મુકવા માટે હાઇકોર્ટમાં રીટ કરવામાં આવી છે. તેમજ જગ્યા પર બ્રિજ બનાવવામાં આવે તો 150 કરોડનો ખર્ચ થવાની શક્યતા રહેલી છે.

ઉદ્યોગકારોની જમીનને ફાયદો થાય તે માટે બ્રિજ બનાવવા દરખાસ્ત કરાઇ!

પાટીદાર અભિવાદન સમારોહના આયોજકને લાભ કરાવવાનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો