તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મોડાસા પાસે સુરત આવતી લકઝરી સાથે ટ્રક અથડાઈ, 4નાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા પાસે સુરત આવતી લકઝરી સાથે ટ્રક અથડાઈ, 4નાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | મોડાસા/મોટીઇસરોલ

રાજસ્થાનનાભીમથી સુરત જતી લકઝરી બસના ટાયરને પંકચર થતાં મોડાસાના મોટીઇસરોલ નજીક ટાયર બદલવા ઉભી રખાયેલ બસને પુરઝડપે હંકારાતી ટ્રક ટ્રેલરે ટક્કર મારી સર્જેલા અકસ્માતમાં 4 મુસાફરોના મોત નીપજયા હતા. જયારે ગમખ્વાર અકસ્માતમાં ઘવાયેલા 12 મુસાફરોને સારવાર અર્થે ખસેડાયા હતા.

રાજસ્થાનથી સુરત જતી લકઝરી બસ નં. આર.જે.30 સીએ 4311 નું ટાયર પંકચર થતાં લકઝરીના ચાલકે ટાયર બદલવા બસને મોડાસા-શામળાજી ફોર લેન્ડ માર્ગ ઉપરના મોટીઇસરોલ નજીક રોડ સાઇડે પાર્ક કરી હતી. લકઝરી બસનો ચાલક અને કલીનર ટાયર બદલી રહયા હતા તે સમયે રાત્રીના 3.30 કલાકે માર્ગ ઉપરથી પુરઝડપે પસાર થઇ રહેલ ટ્રક ટ્રેલર નં. આરજે.06, જીબી 6852 ના ચાલકે પોતાના કબ્જાની ટ્રકને ગફલતભરી રીતે હંકારી ઉભેલ લકઝરી બસને જોરદાર ટક્કર મારી દેતાં લકઝરી બસમાં થી નીચે ઉતરી આગળના ભાગે બેસેલા 4 મુસાફરો ઉપર લકઝરીના ટાયર ફરી વળતાં કમકમાટીભર્યા મોત નીપજયા હતા. જયારે અન્ય 12 જેટલા મુસાફરો અકસ્માતમાં ઘવાયા હતા. સ્થળ ઉપર મોતને ભેટેલા ડાલચંદ એસ.કલાલ(મેવાડા), ડાલચંદ ડી.કલાલ (મેવાડા), લાડુલાલ કલાલ (કુડેલી) અને ધર્મેશભાઇ પ્રજાપતિ(લાબોડી) ના મૃતદેહોને જરૂરી પોસ્ટમોર્ટમ કરાવી તેમના પરીવારને કબ્જો સોંપાયો હતો. જયારે અકસ્માતમાં ઘવાયેલા 12 મુસાફરોને મોડાસાની સાર્વજનિક હોસ્પીટલમાં ખસેડી સારવાર પુરી પડાઇ હતી. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને પ્રભુલાલ ગીસુલાલજી મેવાડા(કલાલ) -રહે.ચોર્યાસી સુરત, મૂળ રહે.કાલાગુન(રાજસમંદ)એ નોંધાવેલ ફરીયાદ બાદ પોસઇ આર.ડી.સગરે ટ્રક ટ્રેલર નં. આર.જે.06 જીબી 6852 ના ચાલક વિરૂધ્ધ ઇપીકો કલમ 279,337,304(અ) તથા એમવી એકટ કલમ 177,184,134(બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો