તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • નારાયણના જામીન નામંજૂર, ITને લખેલા પત્રે બાજી ઊંધી વાળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારાયણના જામીન નામંજૂર, ITને લખેલા પત્રે બાજી ઊંધી વાળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાધિકાદુષ્કર્મ અને રૂ 13 કરોડની લાંચના આરોપનો સામનો કરી રહેલા નારાયણની 15 દિવસના વચગાળાના જામીનની માગ કરતી અરજી ગુરુવારે સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી. સરકાર પક્ષે દલીલ કરાઈ હતી કે એક તરફ નારાયણ ITને પત્ર લખીને કહે છે કે મને અંગ્રેજી આવડતું નથી. તમે સી.એ.ની મુલાકાત લો અને બીજી તરફ સી.એ. સાથે મીટિંગ કરવાની હોવાના ગ્રાઉન્ડ પર જામીન માગે છે. કોર્ટે પણ સાક્ષીઓ પર થતાં હુમલા અને સી.એ. સાથેની મીટિંગનો મુદ્દો ધ્યાને રાખી આરોપીની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી હતી.

આવકવેરા વિભાગ દ્વારા નારાયણને છેલ્લાં પાંચ વર્ષના નાણાકિય હિસાબોને ટાંકીને જેલ પર નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી. નોટિસને આધાર બનાવીને નારાયણે સી.એ. સાથે મિટિંગ કરવાનું કારણ આગળ ધરી 15 દિવસના વચગાળાના જામીન માગ્યા હતા. દરમિયાન દલીલ દરમિયાન નારાયણે આવકવેરા વિભાગને જે પત્ર લખ્યો હતો તે પણ ટાંકવામાં આવ્યો હતો. આઇટીએ અંગ્રેજી ભાષામાં પત્ર લખ્યો હતો. આથી તેના પ્રતિઉતરમાં નારાયણે એવો જવાબ આપ્યો હતો કે પત્ર અંગ્રેજીમાં લખાયો હોય સી.એ. સાથે વાત કરવી પડશે. કોર્ટે પણ ચુકાદામાં ટાંકયુ હતુ કે સી.એ. સાથે મુલાકાત કરવી હોય તો તેના માટે જામીન અાપવાની જરૂરી નથી. જેલ પર પણ મળી શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો