તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • યુનિ.ના અધિકારીઓને કુલપતિ તેમના પર જવાબદારીઓ ઢોળી દેશે તેવો ભય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ.ના અધિકારીઓને કુલપતિ તેમના પર જવાબદારીઓ ઢોળી દેશે તેવો ભય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વીરનર્મદ યુનિવર્સિટીના કુલપતિ સામે ચાલી રહેલી તપાસને પગલે યુનિવર્સિટીના અધિકારીઓમાં ભારે ચર્ચા ચાલી રહી છે. ત્યારે જવાબદારીમાંથી છટકી જવા માટે કુલપતિ સમગ્ર જવાબદારી બીજા અધિકારીઓ પર ઢોળી તો નહીં દેને તેવો અધિકારીઓને ડર સતાવી રહ્યો છે.

જાણવા મળતી માહિતી અનુસાર, કુલપતિ સામે થયેલી ગોબાચારીની ફરિયાદમાં ગુરૂવારે એબીવીપી અને આરએસએસના પદાધિકારીઓ તપાસ કમિટી સમક્ષ હાજર રહ્યા હતા. કુલપતિ સામે થયેલી ફરિયાદમાં કલ્પેશ રાવલ, ગૌરાંગ વૈદ્ય, ફાલ્ગુની ઠક્કર, ઉન્મેશ પંડયા, અર્પિત દવે તેમજ કેતન દેસાઇએ તપાસ અધિકારીઓને 550 પાનાંનાં કાગળો રજૂ કર્યાં હતાં. જેમાં કુલપતિ સામે થયેલી ફરિયાદના પુરાવા હતા. ઉપરાંત કુલપતિની વિવિધ જવાબદારીઓ દર્શાવતા નિયમો પણ રજૂ કર્યા હતા. છેલ્લા બે દિવસથી બંધબારણે થઇ રહેલી મીટિંગને કારણે અધિકારીઓમાં અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. ત્યારે કુલપતિ પોતાની જવાબદારીમાંથી છટકવા માટે ધમપછાડા કરી રહ્યા હોવાની વાતને પગલે અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. પરિણામે પોતાની છટકબારી શોધવામાં કુલપતિ જવાબદારી તેમની નીચે કામ કરતા અધિકારીઓ પર ઢોળી દે તેવો ભય તેમને સતાવી રહ્યો છે.

^ કુલપતિ સામે કરાયેલી ફરિયાદો અને આક્ષેપો બાદ તપાસ કમિટીની શિક્ષણમંત્રી સાથેની મુલાકાતને પગલે સમગ્ર પ્રકરણમાં કંઇક રંધાઈ રહ્યું હોવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. મામલે ગુરૂવારે તપાસ કમિટીને જોઇતા પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા તેમ છતાં પણ જો તપાસ કમિટીનાં તારણો અમારી વિરુદ્ધમાં આવશે તો આગામી સમયમાં અમે હાઇકોર્ટમાં જઇને છેવટ સુધીનો કેસ લડી લેવા માટે પણ તૈયાર છીએ. > ગૌરાંગવૈદ્ય, સેનેટમેમ્બર, વીએનએસજીયુ

કમિટીનાં તારણો વિરુદ્ધમાં આવશે તો હોઇકોર્ટમાં જઇશું

તપાસ અધિકારીઓ સમક્ષ ફરિયાદના પુરાવા સાથે 550 પાનાનાં ડોક્યુમેન્ટ્સ તથા કુલપતિની વિવિધ જવાબદારીઓ દર્શાવતાં નિયમો પણ રજૂ કરવામાં આવ્યા

ગોબાચારી મામલે નર્મદ યુનિવર્સિટીના કુલપતિ સામે ચાલી રહેલી ઐતિહાસિક તપાસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો