તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુણાના ગુમશુદા વેપારીની આંબોલીમાંથી લાશ મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર | કામરેજ/સુરત

અઠવાડિયાપહેલાં ઘરેથી માર્કેટ જવા નીકળેલા પૂણાના એક કાપડ વેપારીની કામરેજના અંબોલી ગામે તાપી કિનારેથી ગુરુવારે લાશ મળી આવી હતી. પરિવારે પૂણા પોલીસ સમક્ષ અપહરણની આશંકા વ્યક્ત કરી હોવા છતાં પોલીસે ગુમ થયાની નોંધ કરી હતી, જેથી કમિશનરને કરાયેલી અરજીમાં પરિવારે અપહરણની આશંકા વ્યક્ત કરી પૂણા પોલીસ આરોપીઓને બચાવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.

પૂણા સંતકૃપા સોસાયટીમાં રહેતા અને કાપડનો ધંધો કરતા ઘનશ્યામ ઘનજીભાઈ સોરઠીયા 3જી તારીખે સવારે ઘરેથી નીકળી રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા. શોધખોળ બાદ પરિવારે મોડીરાત્રે પરિવાર અંગે પૂણા પોલીસમાં ફરિયાદ કરવા ગયો હતો. પરિવારને આશંકા હતી કે છેલ્લા ત્રણેક દિવસથી તેમને મોબાઈલ ફોન પર રૂપિયાની માગણી બાબતે ધમકીઓ મળતી હતી, જેથી પરિવારને એવી આશંકા હતી કે કોઈકે અપહરણ કર્યું હશે. જો કે, પૂણા પોલીસે અપહરણની વાતને નકારીને માત્ર ગુમ થયા બાબતે નોંધ કરી હતી.

કામરેજના ખોલવડ ખાતેથી ત્રણેક દિવસ પહેલા તાપી બ્રિજ પરથી એક બિનવારસી બાઈક મળી આવી હતી. કામરેજના અંબોલી ગામના રાજપૂત ફળિયા ખાતે તાપી કિનારેથી ગુરુવારે સાંજે કાપડના વેપારીની લાશ મળી આવતાં કામરેજ પોલીસ દોડતી થઈ હતી. પરિવારે અપહરણની વાત કરી હોવા છતાં પૂણા પોલીસે ગુમ થયાની નોંધ કરી તપાસમાં ઢીલાશ રાખી હોવાનો પરિવારનો આક્ષેપ છે.

પૂણા-કામરેજ પોલીસના નિવેદનોમાં વિરોધાભાસ

કામરેજપોલીસના એએસઆઇ રમેશભાઈના જણાવ્યા પ્રમાણે ‘વેપારી જે દિવસે ગુમ થયો તે દિવસે તેણે નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. અમને જાણ થતાં ખાનગી માણસો પાસે તપાસ કરાવી હતી પણ તેનો કોઈ પત્તો મળ્યો હતો’. બીજી તરફ પૂણા પીઆઇ એમ.એન. ચાવડાના જણાવ્યા પ્રમાણે ‘વેપારી ઘરેથી નીકળ્યો ત્યારે યોગીચોક પાસે એકલો જતો સીસીટીવી કેમેરામાં દેખાય છે. પરિવારની અરજીના આધારે અમે લેણદારોનાં નિવેદનો લીધાં પણ તેમણે અપહરણની વાત નકારી હતી. પીએમ બાદ હકીકતો જાણવા મળશે. આગળની તપાસ કામરેજ પોલીસ કરશે’. આમ, બંને અધિકારીઓના નિવેદનોમાં વિરોધાભાસ છે.

^ ‘હવે તમારું શું થાય તે જોઈ લેજો’ અેવી પહેલી તારીખે ફોન પર ધમકી મળી હતી. અમે પોલીસને રેકોર્ડિંગ પણ આપ્યું હતું. જેનીશ પટેલ, એક બિલ્ડરના ભત્રીજા જીતુ સહિત 8 વિરૂધ્ધ પોલીસ કમિશનરમાં અરજી આપી હતી, જેની તપાસ માટે 5મીએ પૂણા પોલીસે તમામને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. તે સમયે બાદશાહ નામના એક જાણીતા બિલ્ડરે લકઝરી કારમાં પોલીસ સ્ટેશને આવીને ભત્રીજા સહિત તમામને મળી પીઆઈ ચાવડાની કેબિનમાં ગયા હતા અને ત્યાર પછી પૂણા પીઆઈએ કેસની તપાસમાં દિશા બદલી નાખી હતી. > નરેન્દ્રસોરઠીયા, મૃતકનાભાઈ

બાદશાહની મુલાકાત બાદ તપાસની દિશા બદલાઈ

ધમકી મળી હોવાથી પરિવારે અપહરણની આશંકા વ્યક્ત કરી પણ પોલીસે નોંધ કરી

ત્રીજી તારીખે ગુમ થઈ ગયા હતા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો