તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • પરિણીતાના આપઘાત કેસમાં પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિણીતાના આપઘાત કેસમાં પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સચિનજીઆઈડીસી વિસ્તારમાં રહેતા પરીણીતાના આપઘાત પ્રકરણમાં તેના પતિ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. વતનમાં વેચેલી જમીનના રૂપિયા પરિણીતાના એકાઉન્ટમાં હોવાથી એટીએમ કાર્ડ મેળવવા માટે પતિ અવારનવાર ત્રાસ ગુજારતો હોવાની પરિણીતાની માતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર, સચિન જીઆઈડીસી ખાતે શિવશક્તિ નગરમાં રહેતા નેહાદેવી છોટુસિંગ રાજપૂતે 4 સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરમાં અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવી દીધું હતું. આપઘાત પ્રકરણમાં પતિ છોટુસિંગ સામે નેહાદેવીની માતા ‌વિ‌ભાદેવીએ આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.

વતન ખાતે વેચેલી જમીનના રૂપિયા નેહાદેવીના એકાઉન્ટમાં જમા હતા જે મેળવવા માટે છોટુસિંગ અવારનવાર તેમની પાસે એટીએમ કાર્ડની માગણી કરતો હતો, પરંતુ નેહાદેવી એટીએમ કાર્ડ આપતાં અવાર નવાર માર પણ મારતો હતો અને ત્રાસ ગુજારતો હતો. જેનાથી કંટાળીને તેમણે અગ્નિસ્નાન કરી લઈ જીવન ટૂંકાવી દીધું હોવાની નેહાદેવીની માતાએ સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાની માતાએ ફરિયાદ નોંધાવી હતી

ATM કાર્ડ મેળવવા ત્રાસ અપાતો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો