તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ભાજપના ભક્તિ અને શક્તિ પ્રદર્શનમાં પ્રતિષ્ઠાનું ધોવાણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપના ભક્તિ અને શક્તિ પ્રદર્શનમાં પ્રતિષ્ઠાનું ધોવાણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટીદારઅનામત આંદોલન બાદ પહેલી ‌વખત પાટીદાર વિસ્તારમાં પાટીદાર અભિવાદન સમારોહના નેજા હેઠળ ભાજપના રાજસ્વી મહાનુભાવોના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમ માટે છેલ્લા એક મહિનાથી તૈયારી કરવામાં આવતી હતી. પરંતુ કાર્યક્રમમાં ભારે હોબાળો થતા એક કલાકમાં કાર્યક્રમ પુરો કરી દેવો પડયો હતો.તેમાં ચાર રાજકીય આગેવાનોએ પોતાનુ વકતવ્ય આપ્યુ હતુ.

પાટીદાર સમાજ ભાજપની સાથે હોવાના મેસેજ સમગ્ર ગુજરાતમાં આપવા માટે પાટીદાર અભિવાદન સમારોહના નેજા હેઠળ છેલ્લા એક મહિનાથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના નેતાઓનો સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. સમારોહમાં પહેલેથી હોબાળો થવાની આશંકા સેવવામાં આવી રહી હતી. તે પ્રમાણે કાર્યક્રમ શરૂ થતાની સાથે સમારોહમાં ઉપસ્થિત કેટલાક લોકોએ હોબાળો મચાવવાની શરૂઆત કરી હતી. તેમાં પુરૂષોતમ રૂપાલાએ કાર્યક્રમમાં બોલવાની શરૂઆત કરતા હાર્દિક, હાર્દિકના નારા લાગ્યા હતા. તેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ગણીને ચાર નેતાઓ બોલીને કાર્યક્રમને એક કલાકમાં પુરો કરી દેવામાં આવ્યો હતો.

આખારસ્તા પર પોલીસે રેકોર્ડિંગ કરાવ્યું | કાર્યક્રમપહેલા અને કાર્યક્રમ બાદ કોઈ ટીખળખોર કાકરીચારો કરે તે માટે પોલીસે પહેલાથી કાર્યક્રમના સ્થળ પર જતા રસ્તાઓ પર પોલીસે બંદોબસ્તની સાથે સળંગ રેકોર્ડિંગ કરાવ્યું હતું. તેમજ જ્યાં વધુ લોકો દેખાય ત્યાં પોલીસ કાફલો કેમેરા સાથે પહોંચી જતો હતો. 55જણા ડિટેઇન કર્યા,તમામને ઘલુડી હેડક્વાટર્સ લઇ જવાયા | પાટીદારઅભિવાદન સમારોહ પાસે ટોળાએ કાર્યક્રમનો વિરોધ કરીને હુરીયો બોલાવ્યો હતો. તે સમયે પોલીસ શોધી-શોધીને તેમને પકડતી હતી. પોલીસે ત્રણ કલાક દરમિયાન 55 જણાને ડિટેઇન કરી વેલંજા નજીક ઘલુડી ગામે લઇ જવાયા હતા.

પાટીદારોએ ભાજપના નેતાઓને છેલ્લી ઘડી સુધી શું વિરોધ કરવાનો છે તેની ગંધ આવવા દીધી

પાટીદાર અભિવાદન સમારોહ માટેની એક મહિનાની મહેનત એક કલાકમાં પાટીદારોના વિરોધથી ધોવાઇ ગઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો