તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • અમિત શાહની એન્ટ્રી સાથે હાર્દિક.. હાર્દિક થવા માંડ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમિત શાહની એન્ટ્રી સાથે હાર્દિક.. હાર્દિક થવા માંડ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અબ્રામામાંપાટીદાર અભિવાદન સન્માન સમારોહ દરમિયાન પાટીદારોએ હાર્દિકના નારા લગાવી ટોપીઓ, ખુરશીઓ અને બીજેપીના ખેસ ઉછાળીને ફેંકી હતી. તેના કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો અને ગણતરીના મિનિટોમાં ડોમ ખાલી થઇ ગયો હતો. સેંકડો ખુરશીઓનો તોડી પડાઇ હતી. જેથી ત્રણેક મહિલાઓને ઇજા પણ થઇ હતી.

કાર્યક્રમની શરૂઆત શાંતીથી થઇ હતી. પરંતુ અમીત શાહની અેન્ટ્રી બાદ કેટલાક લોકોએ હાર્દિક-હાર્દિકના નારાઓ લગાવવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ એક યુવાને પહેલા ટોપી અને પછી ખુરશી ફેંકી હતી. ખુરશીઓ ઉછળવાના કારણે ત્રણેક મહિલાઓને ઇજા થઇ હતી. ખુરશીઓ ઉછ‌ળતા લોકો ગભરાઇ ગયા હતા.ખાસ કરીને મહિલાઓ અને શાળાના વિદ્યાર્થીઓ ખુબ ગભરાઇ ગયા હતા. અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ખુબજ ટૂંકા ગાળામાં ઘટના બનતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. મોટા ભાગની પોલીસ ડોમની બહાર હતી. જેથી બહાર પાસવાળા કોઈ કાંકરીચાળો કરે તો પકડી શકાય પરંતુ ડોમમાં આમંત્રિત લોકો પૈકી ખુરશીઓ ઉછા‌ળતા પોલીસ અંધારામાં રહી ગઇ હતી. કારણ કૈ સૌથી પહેલા ખુરશી ઉછાળનારને પોલીસે ઓળખી લીધો હતો પરંતુ તેને પકડે તે પહેલા અન્ય લોકો ખુરશીઓ ઉછાળવા લાગ્યા હતા.

મહિલાઓ-વિદ્યાર્થીઓ ખુબ ગભરાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો