તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • 100 વર્ષથી મૂર્તિને બદલે પાણીનું વિસર્જન કરવાની અનોખી આસ્થા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

100 વર્ષથી મૂર્તિને બદલે પાણીનું વિસર્જન કરવાની અનોખી આસ્થા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટીલાઈટવિસ્તારમાં રહેતો એક દેસાઈ પરિવારની ચાર પેઢી પહેલાંના મોભીએ એક સંતને જમાડતાં સંતે તેમને આશીર્વાદ આપી આશરે 100 વર્ષ જૂની ગણેશજી પથ્થરની પ્રતિમા આપી હતી. દેસાઈ પરિવારે આજની તારીખે પ્રતિમાને સાચવી પોતાનો વારસો જાળવી રાખ્યો છે. ઉપરાંત તેઓ દર વર્ષે ગણેશ ચતુર્થી વખતે ઘરમાં નાનો મંડપ બાંધી તેમાં પ્રતિમાની સ્થાપના કરે છે અને તાપીના પાણીથી પ્રતિમાને સ્નાન કરાવી માત્ર પાણીનું વિસર્જન કરે છે. રીતે તેઓ પર્યાવરણ બચાવવાની ઝુંબેશમાં પણ સહભાગી થઈ રહ્યા છે.

સિટીલાઈટ વિસ્તારમાં રહેતા એડવોકેટ શ્રેયસ દેસાઈની. શ્રેયસ દેસાઈએ પ્રતિમા અંગે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, તેમની ચોથી પેઢીના દાદી ગજરાબેન ગુલાબભાઈ દેસાઈ જે તે સમયે ઘરે આવેલા કેટલાક સંતોને જમાડ્યા હતા. ત્યારે સંતોએ દાદી ગજરાબેનને આશીર્વાદ આપ્યા હતા તથા સાથે તે સમયે પણ 100 વર્ષ જૂની એવી કાળા રંગના પથ્થરની શિલ્પકારે બનાવેલી ગણેશજીની પ્રતિમા આપી દરરોજ તેની પૂજા કરવા જણાવ્યું હતું. દાદી ગજરાબેન મૂર્તિની ઘરના મંદિરમાં સ્થાપના કરી કરી દરરોજ તેની પૂજા કરતા હતા. શ્રેયસભાઈના જણાવ્યા પ્રમાણે ત્યારથી તેમના ઘરમાંથી વિધ્નો દૂર થવા લાગ્યા છે.

તે સમયે ગણેશ ચતુર્થી નજીક આવતાં ગુલાબભાઈના કહ્યા મુજબ ગજરાબેને પોતાના ઘરમાં એક નાનો માડવો બાંધી તેમાં ગણેજીની પ્રતિમાની ફરી સ્થાપના કરી હતી. ગજરાબેન પ્રતિમાને એક વાસણમાં તાપીના પાણીએ નવડાવી માત્ર પાણીને નદીમાં પધરાવી વિસર્જનની પરંપરા સાચવી હતી. ત્યાર બાદ પરિવારના દાદા ગુલાબભાઈએ આગામી પેઢીને પ્રતિમા સાચવવી દર વર્ષે ગણેશ ચતુર્થીએ ઘરમાં નાનો મંડપ બાંધી પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો અને તેનું વિસર્જન પણ પ્રમાણે કરવા આગ્રહ રાખ્યો હતો. ત્યારથી દેસાઈ પરિવાર દર ગણેશ ચતુર્થીએ પ્રતિમા સ્થાપિત કરે છે. વર્ષે પણ શ્રેયસ દેસાઈએ પરંપરા જાળવી રાખી હતી.

સિટીલાઇટના દેસાઈ પરિવારમાં પારંપરિક ઉજવણી

ચાર પેઢી અગાઉ ઘરના મોભીને સંતોએ આપેલી ગણેશજીની પથ્થરની મૂર્તિની સ્થાપના કરાય છે

સિટીલાઇટના દેસાઇ પરિવારમાં 100 વર્ષ જુની પ્રતિમાનું અનોખુ વિસર્જન.

શ્રીજીની આવી સવારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો