• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • દીક્ષા મહોત્સવ નિમિત્તે સાધુનાં યંત્રોને કેસરથી રંગવાનું અનુષ્ઠાન યોજાયું

દીક્ષા મહોત્સવ નિમિત્તે સાધુનાં યંત્રોને કેસરથી રંગવાનું અનુષ્ઠાન યોજાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
31મે ને રવિવારના રોજ શહેરમાં દિવાળીબાગ અઠવાગેટ ખાતે બંધુબેલડી જિનચંદ્રસાગરસૂરી અને હેમચંદ્રસાગરસૂરીના સાનિધ્યમાં એક દીક્ષાર્થીના દીક્ષા મહોત્સવની ઉજવાશે. જેમાં શહેરના વિવિધ સંઘના શ્રાવકો જોડાશે. દીક્ષા મહોત્સવની શરૂઆત બુધવારથી થઇ હતી. મુમુક્ષુ વીકેનકુમાર દીક્ષા લઇને પ્રભુવીરના માર્ગે પ્રયાણ કરશે. મહોત્સવ અંતર્ગત શુક્રવારે સાધુ જીવનનાં ઉપકરણોને કેસરથી રંગવાનું અનુષ્ઠાન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રાવકો જોડાયા હતા. ઉપરાંત રાત્રે ‘મારે જવું પેલે પાર’ નાટિકા રજૂ કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં શ્રાવકો ઉમટી પડ્યા હતા. 31 મેનાં રોજ પણ દિવાળીબાગ જૈન ઉપાશ્રય ખાતે નીતાબેન સુરેશભાઇનો પુત્ર વીકેન દીક્ષા લઇને સંયમ માર્ગ તરફ પ્રયાણ કરશે. ઉમરા પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સંયમ ઉપવન બનાવવામાં આવ્યું છે. શનિવારે સવારે વીકેનકુમારની ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળશે.

દીક્ષાસ્થળ ઉમરા પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સંયમ ઉપવન બનાવાયું

31 મે વર્ષ 2015ની છેલ્લી દીક્ષાતિથિ, 2016 સુધી દીક્ષાનું એકપણ મુહૂર્ત નથી

ધર્મનગરીસુરતમાં2015નું વર્ષ દીક્ષાનું વર્ષ બની રહ્યું છે. જેમાં પણ હાલમાં 12 જૈન દીક્ષાર્થીઓએ એકસાથે સંયમના માર્ગનો સ્વીકાર કર્યો હતો. વર્ષ 2014ના અંત અને 2015ની શરૂઆતથી માંડીને અત્યાર સુધી સમગ્ર ગુજરાતભરમાં 150થી વધુ દીક્ષા યોજાઇ હતી. જેમાં સુરતની ઐતિહાસિક 45 દીક્ષાનો પણ સમાવેશ થાય છે. 31 મેના રોજ વર્ષ 2015ની છેલ્લી દીક્ષાની તિથિ છે. જેની સાથે આગામી 2016 સુધી દીક્ષાનું એકપણ મુહૂર્ત નથી. જેથી આખું વર્ષ એકપણ દીક્ષા નહીં થશે. 31 મેના રોજ દિલ્હીના ઉદ્યોગપતિ ભંવરલાલ દોશી પણ દીક્ષા લઇ સંયમ માર્ગનો સ્વીકાર કરશે.

31 મેના રોજ યોજાનાર દીક્ષા મહોત્સવ નિમિત્તે શુક્રવારે મુમુક્ષુના ઉપકરણોને કેસરથી રંગવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...