યોગી ચોકમાં વિશ્વ શાંતિ માનસ મહાયજ્ઞ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૈન બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરાશે

રક્તદાન શિબિર તથા પંચકૂંડીય યજ્ઞ યોજાશે

બીએપીએસ દ્વારા આસોપાલવના 100 વૃક્ષો રોપાયા

ઘોડદોડ રોડ ખાતે ફ્રી ફિઝિયોથેરાપી કેમ્પ યોજાશે

સુરત |જૈન વિશા પોરવાડ રૂવાઇ પ્રગતિ મંડળ સુરતના સભ્યોને એક અખબારીયાદીમાં જણાવાયું છે કે, જ્ઞાતિના અભ્યાસ કરતાં છોકરા-છોકરીઓને જૂન મહિનાની 5, 6 અને 7 તારીખે વિનામૂલ્યે નોટબુક વિતરણ કરાશે. જેના માટેનાં ફોર્મ મંડળની ઓફિસ નવાપુરા કરવા રોડ ખાતે ભરીને આપી જવા.

હીંગળાજમાતા મંદિરની 300મી સાલગીરી ઉજવાઈ

નવસારી બજાર સ્થિત હીંગળાજ માતા મંદિરની શુક્રવારે 300મી સાલગીરી ઉજવાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા હતા.

સુરત |લાલગેટ ખાંડબજાર પ્રગતિ મંંડળ દ્વારા 31 મેના રોજ સવારે 8 કલાકે, 27મો પંચકૂંડીય ગાયત્રી યજ્ઞ, રક્તદાન શિબિર અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભક્તોને પધારવા માટે મંડળ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સુરત |શ્રી બીએપીએસ પ્રમુખસ્વામી હોસ્પિટલના પટાંગણમાં ભગવાન સ્વામીનારાયણના 185માં અંતર્ધાન દિવસની ઉજવણીનાં ભાગરૂપે 28 મેના રોજ અડાજણ મંદિરનાં કોઠારી પૂજ્ય ઉત્તમપ્રકાશ સ્વામી તથા અન્ય સંતો અને સમગ્ર હોસ્પિટલનાં ડોક્ટર્સ અને સ્ટાફની હાજરીમાં શાસ્ત્રોક વિધિ અને મંત્રોચ્ચારથી આસોપાલવનાં વૃક્ષનું વૃક્ષારોપણ કરાયું અને 100 વૃક્ષ વાવવાનો સંકલ્પ પણ લેવાયો હતો.

સુરત |ન્યૂરો એન્ડ પેઇન ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા 31 મેના રોજ ફ્રી ફિઝિયોથેરાપી નિદાન કેમ્પનું આયોજન કરીમાબાદ સોસાયટી, ઘોડદોડ રોડ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં શરીરના તમામ પ્રકારના રોગોનું ફ્રીમાં નિદાન તથા તેની સારવાર માટેનું વિસ્તૃત માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે જેનો દર્દીઓએ લાભ લેવા માટે જણાવાયું છે.

સુરત |શ્રી રામ વિશ્વશાંતિ માનસ મહાયજ્ઞ સમિતિ દ્વારા યોગીચોક, રિદ્ધિ સિદ્ધિ ફાર્મ હાઉસ ખાતે વિશ્વશાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત સંત હરિનારાયણદાસે જણાવ્યું હતું કે, અયોધ્યાનું રાજ રામે પથિકની જેમ ત્યાગ કરી દીધું હતું અને વનમાં જઇને વસવાટ કર્યો હતો. હરિનારાયણદાસે ભક્તિનાં વિવિધ ભાગો વિશે પણ જાણકારી આપી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...