• Gujarati News
  • 33 લાખના ડાયમંડના છેતરપિંડી પ્રકરણમાં જામીન નામંજૂર

33 લાખના ડાયમંડના છેતરપિંડી પ્રકરણમાં જામીન નામંજૂર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |રૂ. 33 લાખના હીરાના છેતરપિંડી પ્રકરણમાં આરોપી સંજય ઉર્ફે શિવાએ રજૂ કરેલી જામીન અરજી એડિશનલ સેશન્સ જજ રાહુલ ત્રિવેદીએ નામંજૂર કરી હતી. વરાછા રણજીતનગરમાં રહેતા ફરિયાદી ગોરધન વેકરિયાએ વર્ષ 2012માં રૂ. 7.28 લાખના હીરા આરોપીને વેચવા આપ્યા હતા. જેનું સમયસર પેમેન્ટ નહીં આવતા ફરિયાદ દાખલ કરવામાં આ‌વી હતી. તપાસમાં જાણવા મળયુ હતુ કે આરોપીએ બીજા અનેક વેપારી સાથે પણ છેતરપિંડી કરી કુલ રૂ. 33 લાખ ગજવે ઘાલ્યા હતા. એપીપી પારડીવાલાએ કોર્ટમાં દલીલ કરતાં સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.