• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ગોડાદરા વિસ્તારમાં નવું સબ સ્ટેશન બનતા વીજ સમસ્યા ઉકેલાશે

ગોડાદરા વિસ્તારમાં નવું સબ સ્ટેશન બનતા વીજ સમસ્યા ઉકેલાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ગોડાદરા વિસ્તારમાં આવેલી શાળાના મેદાનમાં નવું સબ સ્ટેશન ઊભું કરવા માટે મનપાએ જગ્યાની ફાળ‌વણી કરતાં 4890 ચોરસ મીટર વિસ્તારમાં નવું સબ સ્ટેશન બનાવવામાં આવશે. તેના કારણે ગોડાદરા વિસ્તારમાં છાશવારે સર્જાતી વીજ સમસ્યા ઉકેલાશે. હાલમાં એક સબ સ્ટેશન હોવાના કારણે લોકોને વીજ પુરવઠો પૂરો પાડવામાં તકલીફ પડતી હોય છે. જોકે નવું સબ સ્ટેશન બનવાને કારણે પૂરતો વીજ પુરવઠો ગોડાદરા વિસ્તારના લોકોને આપવામાં આવશે. જેથી લોકોને વીજ સમસ્યામાંથી મુક્તિ મળશે.

અન્ય સમાચારો પણ છે...