• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • CRTMની તારીખમાં છેકછાક કરી RTOમાં પસંદગીનો નંબર મેળવવાનું કૌભાંડ ઝડપાયું

CRTMની તારીખમાં છેકછાક કરી RTOમાં પસંદગીનો નંબર મેળવવાનું કૌભાંડ ઝડપાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાંસપોર્ટેશન રિપોર્ટર.સુરત

નવીખરીદેલી મોટર સાઇકલના ટેમ્પરરી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટની છેલ્લી તારીખમાં છેકછાક કરીને નવી તારીખ લખીને પસંદગીનો નંબર મેળવવાનો પ્રયાસ કરનારને આરટીઓ ઇન્સ્પેક્ટરેજ ઝડપી પાડ્યો છે. બાબતે આરટીઓએ બાઇકના શો-રુમને નોટીસ ફટકારી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

આરટીઓ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર એક અરજદારે વરાછામાં એક શો-રુમમાંથી બાઇક ખરીદી હતી. બાઇકના શો-રુમ તરફથી ગ્રાહકને ટેમ્પરરી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. પસંદગીના નંબર માટે સર્ટિફિકેટ 30 દિવસ સુધી વેલિડ હોય છે. ગ્રાહકે 30 દિવસમાં આરટીઓમાં અરજી કરવાની હતી. જો 30 દિવસમાં અરજી નહીં કરાય તો આરટીઓ પસંદગીનો નંબર આપતું નથી. તેના સ્થાને રુટીનમાં જે નંબર આવે તે અરજદારે લેવો પડે છે. પરંતુ સર્ટિફિકેટની વેલિડિટી પૂરી થઇ હોવા છતાં ગ્રાહકે પસંદગીનો નંબર મેળવવા માટે સર્ટિફિકેટમાં છેકછાક કરીને તેની વેલિડિટીની તારીખ લંબાવી દીધી હતી. પસંદગીના નંબરો ફાળવવા પહેલા તપાસવામાં આવતા પ્રમાણપત્રોની ચકાસની દરમિયાન આરટીઓ ઇન્સ્પેક્ટર કુણાલ ઉપાધ્યાયના ધ્યાન પર આવ્યું કે ટેમ્પરરી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ( સીઆરટીએમ )ની તારીખમાં છેકછાક કરાઇ છે. એટલે બાબતે ઇન્ચાર્જ આરટીઓ કે.જી.કાલાવડિયાનું ધ્યાન દોર્યું હતું. કે.જી.કાલાવડિયાએ જાતે તમામ સર્ટિફિકેટ તપાસ કરીને પ્રાથમિક તપાસ કરી હતી. આખા કેસમાં ગ્રાહક જાતે જવાબદાર છે કે ઓટો ડિલર તેની પણ તપાસ ચાલુ છે. માટે વરાછામાં આવેલા ઓટો ડિલરને પણ આરટીઓએ નોટીસ ફટકારી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. જોકે આરટીઓ તરફથી સત્તાવાર નામ કે અન્ય કોઈ વધારે માહિતી આપવામાં આંખ આડા કાન કરવામાં આવે છે. બાબતે શો - રૂમના સંચાલકો શું ખુલાસો કરે છે ત્યારબાદ આરટીઓ વધુ કાયદેસર કાર્યવાહી કરવા બાબતે નિર્ણય લેશે એમ સૂત્રોએ ઉમેર્યુ હતું.

સીઆરટીએમ બોગસ

ગ્રાહકેપસંદગીનાનંબર માટે આરટીઓમાં રજુ કરેલું સીઆરટીએમ( ટેમ્પરરી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ) બોગસ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જેમાં ઓરીજનલ સર્ટિફિકેટને સ્કેન કર્યા બાદ તેની તારીખમાં છેકછાક કરાઇ હતી. જોકે બાબતે ઇન્ચાર્જ આરટીઓ કે.જી.કાલાવડિયાએ જણાવ્યું હતું કે સર્ટિફિકેટ તો આરીજનલ છે માત્ર તારીખમાં છેકછાક કર્યું હતું. તેઓએ કોઇનું નામ આપ્યું નહતું.

અન્ય સમાચારો પણ છે...