તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સચિનમાં રેલવે ટ્રેક ક્રોસ કરતાં ટ્રેન અડફેટે પિતા પુત્રીનું મોત

સચિનમાં રેલવે ટ્રેક ક્રોસ કરતાં ટ્રેન અડફેટે પિતા-પુત્રીનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

સચિનવિસ્તારમાં એક પિતા તેની એક વર્ષની પુત્રી સચિન રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક ક્રોસ કરતા ટ્રેનની અડફેટે આવી જતાં પિતા-પુત્રીના ઘટના સ્થળે કમકામટી ભર્યા મોત નિપજ્યા હતા.

મળતી વિગત અનુસાર સચિન ગોકુલનગરમાં રહેતા રાકેશ નિસાદ યાર્નના ખાતામાં કામ કરી પત્ની અંજલી તથા એક વર્ષની પુત્રી પ્રિતિનું ભરણપોષણ કરતા હતા. સોમવારે સવારે રાકેશ તેની પુત્રી પ્રિતિને લઈ સચિન રેલવે સ્ટેશન પાસે ગયા હતા. જ્યાં બન્ને જણા રેલવે ટ્રેક ક્રોસ કરતી વેળા મુંબઈ જતી કોઈ અજાણી ટ્રેનની અડફેટે આવી ગયા હતા. ગંભીર ઈજાને પગલે બન્નેએ ઘટના સ્થળે પોતાનો દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ વલસાડ રેલવે પોલીસને થતાં તેઓ ઘટના સ્થળ‌ે આ‌વી પહોચી લાશનો કબ્જો મેળવી લાશને પીએમ માટે નવી સિવિલ ખાતે મોકલી આપી હતી. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંજલીએ પતિ રાકેશ અને પુત્રી પ્રિતિના મોતના સમાચાર સાંભળી બેભાન પડી ગઈ હતી.

પતિ અને એકની એક પુત્રીને ગુમાવતાં પરિણીતા બેભાન

અન્ય સમાચારો પણ છે...