તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તબીબની ભૂલથી યુવકના મોતનો આક્ષેપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ઉધનારોડ નંબર 3 ધર્મયુગ સોસાયટીમાં રહેતાં મુળ ઓરિસ્સાના વતની વિભુતીભાઈ રામીપ્રાધાન (27) લેસપટ્ટીનુ જોબ વર્કનું કામ કરતા હતા. તેને તાવ આવતો હોવાથી સારવાર્થે ઉધનાના દાઉદ નગરમાં આવેલા ડો.હીતેશ પટેલની સાંઈ ક્લીનીકમાં સારવાર લીધી હતી. 18મીના રોજ સારવાર બાદ રાત્રે તબીયત લથડતાં તેને વધુ સિવિલમાં 19મીએ દાખલ કર્યો હતો. તેમને જમણા થાપાનો ભાગ સોજી ગયો હતો અને તેમાં ઈન્ફેકશન થઈ ગયું હોવાથી ગેગરિન થયું હોવાનું નિદાન થતાં ઓપરેશન કર્યું હતું. તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. પરિવારજનોએ તબીબની બેદરકારીનો આક્ષેપ કરી ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...