તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત-અમદાવાદ વચ્ચે 5 વોલ્વો દોડાવવામાં આવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

શાળા-કોલેજમાંહજુ વેકેશન શરૂ નથી થયું અને દિવાળી આવવાને એક માસ બાકી છે. ત્યારે સુરતીઓએ હરવા-ફરવાના સ્થળો, યાત્રા ધામો જવા માટે ટ્રાવેલ્સની ખાનગી બસોમાં ટિકિટ બુકિંગ કરવા પડાપડી કરી છે. જેનો ફાયદો ઉઠાવી ટ્રાવેલ્સની ખાનગી બસો યાત્રીઓને ઉચા દર લઈ સીટી આપી લૂંટ કરે છે. દર વર્ષે યાત્રીઓના ધસારાને ધ્યાનમાં રાખી એસટી નિગમ દ્વારા સુરતને વોલ્વો બસ ફાળવવામાં આવે છે. તેમ વર્ષે પણ એસટી નિગમ દ્વારા સુરતને પાંચ વોલ્વો બસ ફાળવવામાં આવશે તેવા એહવાલ મળી આવ્યા છે. અંગેની જાહેરાત એસટી નિગમ પખવાડિયામાં કરશે તેવું પણ એહવાલ પ્રાપ્ત થયા છે. બસ 2 બાય 2 વોલ્વો બસ છે.

સુવિધા મળશેω

{યાત્રીનાં મનોરંજન માટે વાઈફાઈ અને ટીવીની સુવિધા છે.

{ યાત્રીને ગરમી લાગે તે માટે બસમાં એસીની સુવિધા છે.

{ યાત્રીઓને ઝાંટકા અનુભવાય તે માટે બસમાં એર સન્સેનર હોય છે.

{ યાત્રીને બુક વાંચવા માટે દરેક સીટના વિન્ડો પાસે રિડિગ લાઈટ મુકવામાં આવી છે.

{ યાત્રીને પ્રવાસ દરમિયાન આરામ કરી શકે તે માટે બસમાં પુશબેક સીટ મુકી છે.

દિવાળીમાં કમાણી કરવા એસટી જાહેરાત કરશે

અન્ય સમાચારો પણ છે...