• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |સુરત જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક તથા

સુરત |સુરત જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક તથા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સુરત જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓને શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનાં આધાર નંબર અને બેંક એકાઉન્ટ નંબરની માહિતી 15 સપ્ટેમ્બર સુધીમાં પુર્ણ કરવા જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં કેટલીક શાળાઓની આધાર નોંધણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. શાળાના કોઇ વિદ્યાર્થી બાકી રહે તેની જવાબદારી શાળાની રહેશે. આધાર નોંધણીની કામગીરી પૂર્ણ કરી તે અંગેનું પ્રમાણપત્ર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં તાત્કાલિક જમા કરવા ડી.ઇ.ઓએ સૂચના આપી છે.

આધારકાર્ડ |નોંધણી પ્રમાણપત્ર જમા કરાવવા શાળાઓને સૂચના

અન્ય સમાચારો પણ છે...