તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર્મ બંધનનો પાયો રાગ અને દ્રેષ છે: રૂપમુનિજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીવર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક મહાસંઘ ખાતે આજે ધર્મસભામાં સંત રૂપમુનિજી મહારાજ, સુકનમુનિજી, અમૃતમુનિ અને અમરેશ મુનિની નિશ્રામાં ધર્મસભા મળી હતી. સંત રૂપમુનિજીએ જણાવ્યું કે, કર્મ બંધનનો પાયો રાગ અને દ્રેષને બતાવવામાં આવ્યો છે. આધ્યાત્મ સાધના કર્મથી મુક્ત રહેવાની સાધના છે. કર્મના બે પ્રકાર છે વ્યક્તિ એકાસણું કરે છે અને આખો દિવસ ફરાળી અને અન્ય વસ્તુ ખાધા રાખે છે તે એકાસણું નિરર્થંક ગણાશે, રૂપ-રજત સભાગારમાં સંતે કહ્યું કે અન્ન પણ બધા નવ લાખ દેવાતાઓથી અગ્ર સ્થાનમાં છે. અન્નનો જે વ્યક્તિ બગાડ કરે છે અને રોટલીની ઇજ્જત નથી કરતો તેને દરિદ્રતા સહન કરવી પડે છે. અન્નનો ત્યાગ તપ છે, પોત-પોતાના ધર્મને મનાવાનો બધાને હક છે. શ્વેતાંબર સમાજનાં પર્યુયણ પૂર્ણ તથા વિધિવત દિગમ્બર સમાજના દસ લક્ષણા પર્વના રૂપમાં સમાજ આરાધના કરશે. કર્મો પર જોર આપતાં એક ભજનના માધ્યમથી કર્મનુ મહત્વ સમજાવ્યું હતું. કર્મબંધનથી છુટવું મુશ્કેલ છે. સાત પેઢીનું દેવુ મળે છે, પહેલાના જમાનામાં ભાઇઓમાં ઘણો પ્રેમ જોવા મળતો હતો તે ભાવનાથી ઓછું લેવાની પરંપરા હતી. વર્તમાન સમયમાં ભાઇઓથી વધુ છિનવવાની પ્રથા ચાલે છે. જ્યારે ઔપચારિક વાતો કરતાં આગામી દિવસોમાં શ્રાદ્ધા પક્ષ આવશે તેને જોતા હજારો લોકો પિતૃતર્પણ અને ગંગા સ્નાન કરશે.

સમાજમાં આજે પણ અનેક રિત-રિવાજ છે જેના લીધે સમાજમાં હજુએ ઘણા બંધનો છે. આગામી દિવસોમાં પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો