ACની ટિકિટ ને NON AC માં મુસાફરી કરાવાતાં હોબાળો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

જામનગરઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં શનિવારે એક એસી ચેર કારમાં ટેકનીકલ ખામી સર્જાતાં રેલવે તંત્ર દ્વારા એસી ચેર કારની જગ્યાએ નોન એસી ચેરકાર મૂકી દેવાયો હતો. જ્યારે ઘટનાની જાણ સુરત રેલવે સ્ટેશન પરના એસી ચેર કારમાં રિઝર્વેશન કરાવનાર યાત્રીઓને થઈ ત્યારે તેમણે ભારે હોબાળો મચાવી ચેન પુલીગ કરતા સ્ટેશન પરથી ટ્રેન અડધો કલાક મોડી ઉપડી હતી.

સુરત રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર સી.એમ. ખટીક અંગે જણાવ્યું હતું કે, રેલવે તંત્ર દ્વારા ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનને બાન્દ્રા-સુરત અને સુરત-જામનગર એમ બે રૂટ વચ્ચે દોડાવવામાં આવે છે. દરમિયાન શનિવારે બાન્દ્રા ટર્મિનસ પર ઈન્ટરસિટી એક્સપ્રેસના એક એસી ચેર કારમાં ટેકનીકલ ખામી સર્જાઇ હતી. જેથી રેલવે તંત્રએ ખામીવાળા એસી ચેર કારની જગ્યાએ નોન એસી ચેરકાર મૂકી દીધો હતો. બાદ બપોરે રેગ્યુલર સમય અનુસાર ઈન્ટસિટી એક્સપ્રેસ સુરત રેલવે સ્ટેશન પર આવી હતી. જ્યાં એસી ચેર કારમાં રિઝર્વેશન કરનારા યાત્રીઓએ પોતાના નામ નોન એસી ચેર કારની બહારની લીસ્ટ પર જોતા તેઓ ચોકી ઉઢ્યા હતા. ઘટનાને પગલે યાત્રીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. ઘટનાને પગલે સુરત રેલવે તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. જેમણે યાત્રીઓને સમજાવ્યાં પણ હતા. કેટલાય યાત્રીઓ નોન એસી ચેર કારમાં બેસવા માટે તૈયાર થયા હતા. યાત્રીઓના હોબાળાને કારણે ઈન્ટરસિટી સુરત રેલવે સ્ટેશન પરથી બપોરે 2:08 કલાકે ઉપડી હતી.

અન્ય સમાચારો પણ છે...