• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રાજ્યના 18 હજાર કરદાતાઓ પર ગમે ત્યારે તવાઇનાં એંધાણ

રાજ્યના 18 હજાર કરદાતાઓ પર ગમે ત્યારે તવાઇનાં એંધાણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારેવીડિયો કોન્ફરન્સમાં સ્થાનિક અધિકારીઓને આઇડીએસમાં વધુ મહેનત કરવા જણાવાયુ હતુ. નોંધનીય છે કે ગતરોજ ‘દિવ્ય ભાસ્કર’ અંગેનો અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. આવનારા સમયમાં વિંગ ગમે ત્યારે એકશન લઇ શકે છે.

દેશભરમાં જે માહિતીએ હાલ રેવન્યુ અધિકારીઓને દોડતા કરી દીધા છે એવી એસટીટી (સિક્યુરિટી ટ્રાન્ઝેકશન ટેક્સ)ની માહિતી બાબતે જલદી એકશન લેવાના પણ આદેશ આપી દેવાયા હતા. સ્કેન્ડલમાં માત્ર ગુજરાતના 18 હજાર જેટલાં કરદાતાઓએ અેસટીટી તો ભર્યો હતો, પરંતુ ઇન્કમટેક્સ ભર્યો નહતો. એસટીટી ઉપરાંત આઇડીએમાં વધુ કલેકશન માટે અધિકારીઓએ પેની સ્ટોક, શેર પ્રિમિયમની કુલ 2000 કરદાતાની યાદી બનાવી છે. હાલ જે સરવે થઈ રહ્યા છે તે યાદીના આધારે રહ્યા છે.

દરેક રેન્જ પાસે આવા 200 જેટલાં કેસ છે. ઉપરાંત ટર્નઓવર, ટોપ ટેક્સ પેયર્સ અને અગાઉ થયેલાં સર્ચ-સરવેની યાદી પણ અલગથી બનાવવામાં આવી છે. આમ, જેમ-જેમ વિગતો આવી રહી છે તેમ-તેમ અધિકારીઓ કરદાતા પર આઇડીએસમાં ડેકલેરેશન માટે દબાણ લાવી રહ્યા છે. નોંધનીય છે કે ગત વીડિયો કોન્ફરન્સમાં રેવન્યુ સેક્રેટરી તો યાદી 5000 સુધી લઇ જવાની વાત અધિકારીઓએ કરી હતી.

સુરતમાંથી તો 20 હજાર કરોડ આવે તેવો બફાટ!

વીસીદરમિયાન બોર્ડના એક અધિકારીની સુરતના વખાણ કરતાં જીભ લપસી હતી અને સુરતથી તો આઇડીએસમાં રૂપિયા 20000 કરોડ આવે એવો બફાટ તેઓ કરી બેઠા હતા. આઇડીએસમાં દિલ્હી પહેલાં અને ગુજરાત ચોથા ક્રમે છે. સિટીની દૃષ્ટિએ સુરત બીજા ક્રમે હોવાનું સૂત્રો જણાવે છે.

બિલ્ડરો IDSમાં નામ જાહેર કરી છટકવાની તૈયારીમાં

આવકવેરાની વીડિયો કોન્ફરન્સમાં STTનો મુદ્દો ઉછળ્યો

‘ભાસ્કર’માં છપાયેલો અહેવાલ

અન્ય સમાચારો પણ છે...