તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદેશ ગયેલા 200 વિદ્યાર્થીની કારર્કીદી જોખમાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતરાજયની એકમાત્ર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ગણાતી એસવીએનઆઇટીમાં છેલ્લા એક વર્ષથી વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો નથી. જેને કારણે એસવીએનઆઇટીમાંથી અભ્યાસ કરી વિદેશ અભ્યાસ કરવા ગયેલા 200થી વધારે વિદ્યાર્થીઓના કેરીયર દાવ પર લાગ્યા છે.

સુરતના ઇચ્છા નાથ સ્થિત સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા પુરી થયા બાદ સત્તાધીશો દ્વારા તેમને પ્રોવિઝનલ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. જે 31 ઓક્ટોબર 2015ના રોજ થનારા પદવીદાન સમારોહ સુધી ઉચ્ચ શિક્ષણ માટે ઉપયોગી થઇ શકે તેમ હતા. મદદથી 200-250 વિદ્યાર્થીઓએ વિદેશમાં એક વર્ષના એમએસ કોર્ષમાં એડમીશન લીધું હતું. હવે સર્ટિફિકેટ મર્યાદા પણ આગામી સપ્ટેમ્બર મહિનામાં પુરી થવાની છે. ત્યારે હજુ સુધી કોલેજ સત્તાધીશોએ હજુ સુધી પદવીદાન સમારોહની તૈયારીઓ પણ કરી નથી. વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પ્રોવિઝનલ સર્ટીફીકેટના આધારે પીએચડીમાં એડમીશન લીધું છે. વિદ્યાર્થીઓ જો સપ્ટેમ્બર-2016 સુધીમાં ડીગ્રી સર્ટિફિકેટ યુનિવર્સિટીમાં જમા કરાવે તો એડમીશન રદ્દ થઇ શકે છે અને વિદ્યાર્થીઓએ ફરજિયાત ડીગ્રી સર્ટિફિકેટ મળ્યા બાદ પ્રવેશ લેવો પડી શકે તેમ છે. જેને કારણે હાલ વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કારર્કીદી સામે જોખમ ઉભું થયું છે. સંજોગોમાં જો વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે તો માટે જવાબદાર કોણωω.

SVNITની લાલીયાવાડી

કાયમી ડાયરેકટર વિના પદવીદાન સમારોહ અશક્ય

સામાન્યરીતે એનઆઇટીમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી ડીગ્રીમાં ડાયરેક્ટરની સહી હોય છે. જોકે છેલ્લા દોઢ વર્ષથી એસવીએનઆઇટીમાં ઇન્ચાર્જ ડાયરેકટરથી ગાડુ ચાલતુ હોઇ પદવીદાન સમારોહ યોજાતો હોવાનું એડમીનિસ્ટ્રેશન વિભાગ તરફથી જાણવા મળ્યું હતું.

વિદેશમાં અભ્યાસ કરતા 200 વિદ્યાર્થીઓ પૈકી 100 જેટલા વિદ્યાર્થીઓએ એસવીએનઆઇટીના ઇન્ચાર્જ ડાયરેકટરને ઘણી વખત ઇમેઇલ દ્વારા ફરિયાદ કરી હોવા છતાં હજુ સુધી કોઇ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. ઉપરાંત રાજયના મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને પણ ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ વિદ્યાર્થીઓને ન્યાય મળતા તેમને કારકિર્દી સામે ખૂબ મોટુ જોખમ સર્જાઈ રહ્યું છે.

અનેક ફરિયાદ કરી છતાં પરીણામ શૂન્ય...

પદવીદાન સમારોહ યોજાતા વિદેશમાં એડમિશન રદ થાય તેવા સંજોગો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો