તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ચૌટાબજારની પાર્કિંગની જગ્યા છૂટી કરવા ફરી વિવાદીત દરખાસ્ત રજૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૌટાબજારની પાર્કિંગની જગ્યા છૂટી કરવા ફરી વિવાદીત દરખાસ્ત રજૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાફિકથીખદબદતાં શહેરના કોટ વિસ્તારમાં વાહનોના પાર્કિંગ માટે પુરતી જગ્યા હોવાથી ચૌટાબજાર સાઇબાબા મંદિરની બાજુમાં 700 ચોરસ મીટર જગ્યા પર મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવા માટે વર્ષ 2012માં જમીન સંપાદન કરવામાં આવી હતી. જગ્યા પર હવે મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવાને બદલે જગ્યા છૂટી કરવાની વિવાદીત દરખાસ્ત 5 મહિના બાદ ફરીથી સ્થાયી સમિતિમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જગ્યા છૂટી કરવા લેખિત રજૂઆત કરી હતી.

મહાપાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર, ચૌટા બજાર અને આસપાસના વિસ્તારમાં પુરતી પાર્કિંગની વ્યવસ્થા હોવાથી સાઇબાબા મંદિરની બાજુમાં આવેલી 700.2524 ચોરસ મીટર જગ્યા 24 જૂન, 2011ના રોજ ઠરાવ નંબર 870/2011થી સ્થાયી સમિતિએ પાર્કિંગ માટે સંપાદન કરી હતી, જેની રાજ્ય સરકારે 11 જુલાઇ 2012ના રોજ ઠરાવ ક્રમાંક સમન/902011/5009/પીથી મંજૂરી પણ આપી હતી. ત્યાર પછી જમીન સંપાદનની કાર્યવાહી કરવા જમીન સંપાદન અધિકારીની નિમણૂંક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેની નિમણૂંક આજદિન સુધી થઇ શકી નથી, જેથી ધારાસભ્ય હર્ષ સંઘવીએ જગ્યા છૂટી કરવા લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે વોર્ડ નંબર 11, નોંધ નંબર 1780, 1781વાળી જમીનની આજુબાજ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ થઇ ગઇ છે તેમજ જમીનના માલિક દિનશા ઘડિયાળી પાસે અન્ય કોઇ જગ્યા રહેવા કે વાપરવા માટે હોવાથી તેની જગ્યા સંપાદન કરવાની કાર્યવાહી બંધ કરવામાં આવે. જ્યારે નજીકમાં આવેલી વાડીના ટ્રસ્ટી�”એ પણ વાડીવાળી જગ્યા પાલિકાને પાર્કિંગ માટે આપવાની તૈયારી બતાવી હોવાથી જગ્યા છૂટી કરવામાં આવે તો પણ પાલિકાને પાર્કિંગ માટેની જગ્યા પુરતી મળી શકે તેમ છે, જેથી જગ્યા છૂટી કરવી જોઈએ.

રજૂઆતને પગલે ચૌટાબજારની 700 ચોરસ મીટર જગ્યા સંપાદન મુકત કરવા માટેની વિવાદીત દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂરી માટે ફરી રજૂ કરવામાં આવી છે. સ્થાયીમાં દરખાસ્ત 5 મહિના પહેલાં રજૂ કરવામાં આવી ત્યારે વિવાદ તેને મુલતવી રાખવામાં આવી હતી. પરંતુ હવે ફરી વખત સ્થાયીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવતાં હવે આગામી દિવસોમાં મહાપાલિકામાં મુદ્દે વધુ એક વિવાદ વકરે એવી શક્યતાઓ જોવાઈ રહી છે.

હર્ષ સંઘવીની ભલામણ મુદ્દે 20 ફેબ્રુઆરીના રોજ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલો અહેવાલ.

વર્ષ 2012માં પાર્કિંગ બનાવવા માટ 700 મીટર જગ્યાનું સંપાદન તો કરી દેવાયું પણ અધિકારીની નિમણૂંક આજ સુધી કરવામાં નથી આવી

ધારાસભ્ય હર્ષ સંઘવીએ મહાપાલિકાને લેખિત રજૂઆત કરી હતી

પાંચ મહિના પહેલા ચૌટા બજારની જગ્યા છુટી કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવી ત્યારે વિવાદ થવાને કારણે ખાતાકીય અભિપ્રાય લીધા બાદ જગ્યા છુટી કરવાનો નિર્ણય કરવાનુ સ્થાયી સમિતિએ નક્કી કર્યુ હતુ. તેમાં એવી હકીકત બહાર આવી છે કે ખાતાએ પણ જગ્યા છુટી કરવા માટે મૌખિક રીતે ના પાડી છે. તેમ છતાં ફરી પાછી દરખાસ્તને રજુ કરવામાં આવી છે.

શહેરને ટ્રાફિક ફ્રી સિટી બનાવવા વર્ષ 2015-16ના બજેટમાં રજૂ કરાયું હતું. ત્યાર બાદ હાલના બજેટમાં પાર્કિંગ પોલીસી બનાવવાની જોગવાઇ કરી છે. ત્યારે શહેરમાં પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ કરાવવા માટેની કાર્યવાહી આગામી દિવસોમાં કરવા માટેનો સર્વે પણ કરાશે, પરંતુ શહેર ભાજપના ઇશારે પાર્કિંગ માટે સંપાદન કરાયેલી જગ્યા છુટી કરવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવતા ભાજપના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે તે દરખાસ્ત રજુ કરતા બહાર આવ્યુ છે.

કોટ વિસ્તારમાં મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવા ભાજપના કોર્પોરેટર નિતીન ભજીયાવાલાએ સામાન્ય સભામાં ઘણી રજુઆત કરી છે. જ્યારે તેઓ હાલમાં શહેર ભાજપ પ્રમુખ હોય ત્યારે પાર્કિંગ માટે રિઝર્વેશનમાં મૂકેલી જગ્યા પર પાર્કિંગની વ્યવસ્થા થાય તે માટે તાકીદે કાર્યવાહી કરવી જોઇએ. સાંઇબાબા મંદિરની બાજુમાં અને હાલમાં કાર્યરત મલ્ટિલેવલ પાર્કિંગની અડીને આવેલી જગ્યા જે પાર્કિંગ બનાવવા માટે સંપાદન કરી છે ત્યારે તેને છુટી કરવાનો ખેલ ઘડી કાઢવામાં આવતા કોટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધારનાર સાબિત થનાર છે.

ખાતાએ પણ ભલામણમાં ના પાડી હતી

ભાજપના ચાવવાના ને બતાવવાના દાંત જુદા

કોટ વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા વકરશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો