તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુડાની બેદરકારી : ડેમો ડ્રો બીજા દિવસે પણ વેબસાઈટ પર!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુડાની બેદરકારી : ડેમો ડ્રો બીજા દિવસે પણ વેબસાઈટ પર!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
15મીએમુખ્યમંત્રી આનંદીબેન પટેલના હાથે સુડા અને મનપાના આવાસની અર્પણવિધિ કાર્યક્રમ મોટા પાયે કરવામાં આવી હતી. ઘણાં લાભાર્થીઓએ બીજા દિવસે બપોરે સુડાની ઓફિશિયલ વેબસાઈટ પર ચેક કરતા આમા ઘણાં લાભાર્થીઓના નામ ફાળવણી કરવામાં આવેલ ફ્લેટની વિગતો આવી ગયેલી હતી. પરંતુ સુડાના વહીવટી તંત્રની નિષ્કાળજીને કારણે ફાળવણીના નામ ડેમો વાળા મુકાઈ ગયા હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. અંગેની જાણ ત્યારે થઈ જ્યારે સોમવારે લાભાર્થીઓ તેમનું નામ આવ્યુ હોવાનું જોઈ આગળની પ્રક્રિયા અંગે પુછવા માટે ગયા હતા. ત્યારે તેમને ફાળવણી નહીં થયુ હોવાનું કહીને નવા ફોર્મ ભરવા માટેની સુચના આપવામાં આવી હતી.

^ એક વાત સ્પષ્ટ છે કે સીએમના હાથે થયેલી ફાળવણી ફાઈનલ રહેશે. રહી વાત વેબસાઈટની તો મામલે તપાસ કરીને જે કોઈ પણ જવાબદાર અધિકારી, કર્મચારી કે કોમ્પ્યુટર ઓપરેટર હોય તેને નોટીસ આપી તેના પર કાર્યવાહી કરાશે. > મહેન્દ્રપટેલ, કલેક્ટર

... તો કાર્યવાહી કરાશે

વેબસાઈટ પર ડેમો વાળા નામ મુખ્યમંત્રીએ ડ્રો કરી ગયાના બીજા દિવસે પણ ચાલતા રહ્યા હતા. જેણે કારણે લાભાર્થીઓ સુડા ભવનમાં માહિતી મેળવવા પહોંચી ગયા હતા. પરંતુ વહીવટી તંત્રે ખો આપી દીધો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર માટે જવાબદાર સુડાના અધિકારીઓ હોય. સીએમે કરેલો ડ્રો વેબસાઈટ પર મુક્યો છે કે નહીં તે અધિકારીઓએ તપાસવાનું હોય છે. કોમ્પ્યુટર ઓપરેટરે ભુલમાં ડેમો વાળો ડ્રો વેબસાઈટ પર મુકી દીધો હોય તો તે તપાસવાનું કામ અધિકારી નું હોય છે. પરંતુ અધિકારીએ મામલે ધ્યાન આપ્યુ નથી. અને સીએમના ડ્રો કર્યાના બીજા દિવસે પણ ડેમો વાળો ડ્રો વેબસાઈટ પર ચાલતો રહ્યો હતો.

જો ભૂલ હોય તો માટે જવાબદાર કોણ!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો