તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • બ્રાન્ડના નામે સાડી પર હવેથી 1 ટકા એકસાઇઝ વસુલ થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રાન્ડના નામે સાડી પર હવેથી 1 ટકા એકસાઇઝ વસુલ થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેન્ટ્રલએકસાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા ટેક્ષટાઇલ વેપારીઓ માટે જાહેર કરાયેલ નોટીફિકેશન મુજબ બ્રાન્ડ નેમ હેઠળ રૂપિયા 1000 કે તેથી વધુની કિંમતે વેચાતા ટેક્ષટાઇલ મેઇડએપ પર હવેથી વેપારીઓએ એકસાઇઝની 1 ટકા લેખે ચૂકવણી કરવી પડશે. નોટીફિકેશનની સમજૂતી માટે ફોસ્ટા દ્વારા ચેમ્બર ખાતે સેમિનારનું આયોજન કરાયું હતું. એકસાઇઝ ડિપાર્ટમેન્ટ રેન્જ-2ના કમિશ્નર શ્રીકાંત પાટીલે નોટીફિકેશન વિશે સમજૂતી આપી હતી.

બ્રાન્ડનેમની કિંમત ચૂકવવી પડશે

ટેક્ષટાઇલવેપારી પછી ભલે તે બ્રાન્ડનેમ હેઠળ કે 1000 રૂપિયથી વધુ કિંમતે વેચાણ કરતો હોય પણ પ્રિવીયસ ટર્નઓવર 4 કરોડ તેમજ ચાલુ વર્ષનું 2 કરોડનું ટર્નઓવર ધરાવનારે 1 ટકા લેખે એકસાઇઝની ચૂકવણી કરવી પડશે. પ્રોડક્ટ જો તમારા આપેલા નામથી ઓળખાતી હોય તો તમારે એક્સાઇઝ ચૂકવવી પડશે જેના ઉદાહરણમાં રામક્રિષ્નાને આર.કે તરીકે ગણાવી થતાં વેચાણને બ્રાન્ડ સમજી ડ્યૂટી વસુલાશે

રિબેટકે રિફંડ અંગે કોઇ સ્પષ્ટતા નહી

રીટર્નગુડ્સ સામે એકસાઇઝ રીબેટના એકઝમ્સ વિશે વેપારીઓની મૂંઝવણ અંગે હાલ કોઇ સ્પષ્ટતા નોટીફિકેશનમાં હોવાનું જણાવી તેના કવરનો લાભ મળશે તેવું આશ્વાસન એકસાઇઝ કમિશ્નરે વેપારીઓને આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો