તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • લાલભાઇ પર કબજાનો જંગ પણ સુરતીઓને તો મેચથી મતલબ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાલભાઇ પર કબજાનો જંગ પણ સુરતીઓને તો મેચથી મતલબ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિપુલ મુન્શી, પરિવર્તન પેનલ

24મીએ 4000 સભ્યો સુરતને મેચ મળશે કે નહીં તેનું ભાવિ નક્કી કરશે

કનૈયાભાઇ કોન્ટ્રાકટર, ચેરમેન, એસડીસીએ

2

1

હાલ ક્વોલિફાઇ કોચ નથી અમે ક્વોલિફાય કોચની સેવા લઇશું

સ્ટેડિયમ કમ્પલિટ કરી ઇન્ટરનેશનલ મેચ લાવવાનો દાવો

અમે સ્ટેડિયમ ડેવલપ કરવામાં કોઈ કસર બાકી રાખી નથી

IPL કે મોટી ડોમેસ્ટીક મેચ મેળવવાની ખૂબ નજીક છીએ

પરિવર્તન પેનલ

સત્તાધારી પેનલ

ડોર ટુ ડોર અને સોશિયલ મીડિયા |પહેલીવારસત્તાધારી એટલે કે સ્ટેડિમય પેનલના સભ્યો ડોર ટુ ડોર અને સોશિયલ મીડિયાનો સહારો લઈ કેમ્પેઇન કરી રહ્યા છે. સામે વિપુલ મુન્શી અને માજી ક્રિક્રેટર ધનસુખ પટેલ સહિતના સભ્યો દ્વારા એક સરવે પણ કરાવાઈ રહ્યો છે જેમાં દસ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. સુરતમાં આઇપીએલ સહિતની મેચ રમાવી જોઇએ કે કેમ પહેલો પ્રશ્ન છે.

{ પેનલ બનાવવાની જરૂર કેમ પડી?

-ડેવલપમેન્ટ કરવું છે એટલે પેનલ બનાવી છે.

{તમને મેમ્બરો કેમ વોટ આપે ?

-અમે મોર્ડન સ્ટેડિમય બનાવવા માંગીએ છીએ, ક્વોલિફાઇવ કોચ લાવીને ટ્રેનિંગ આપીશું, જે હાલ નથી. ક્લબનો વિકાસ કરવો છે. બીસીસીઆઇના નોમ્સનું પાલન કરીને ઝડપથી મોટી મેચ લાવીશું.

{આઇપીએલ વિશે શું કહેશો

-તો મળવી જોઇએ. સુરત પાસે બધું છે. અમદાવાદમાં મેચ રમાવાની નથી. એટલે આપણે પહેલા દાવેદાર છીએ. ઇચ્છાશક્તિ જોઇએ અને જોર લગાવવું પડે.

{21ની પેનલ શું સૂચવે છે?

-આક્રોશ.

મેચ માટે ઇચ્છાશક્તિ જોઇએ

{ કયા મુદ્દાના આધારે વોટ માંગશો ?

-15 વર્ષ પહેલાંનું સ્ટેડિયમ જૂઓ અને આજનું, ઘણું ડેવલપમેન્ટ થયું છે. ટીપી ફાઇનલ થાય એટલે સ્ટેડિયમનું કામ આગળ વધારીશું.

{ફ્લડ લાઇટમાં ગોથું ખાઇ ગયા ?

-ના, રૂપિયા 4.60 લાખની તો મોટેરાને જે તે સમયે પડી હતી. આપણે 1.50 લાખ આપ્યા છે. ચોમાસા બાદ અઢી મહિનામાં ફીટ થઈ જશે.

{લોકો કહે છે કે મેચ ક્યારે આવશે?

-અમે, આઇપીએલના દાવેદાર છીએ. મોટેરામાં મેચ રમાવાની નથી એટલે સુરતને મેચ મળવાની પુરી શક્યતા છે.

{પહેલીવાર તમારી સામે આખે પેનલ છે, જે શું સૂચવે છે?

-લોકશાહી છે. અમે કામના આધારે વોટ માગીશું

ટીપીના લીધે બધું અટકી ગયું

બંને પક્ષના દાવા

સલીમ શેખ | સુરત

લાલભાઇસ્ટેડિયમ પર ક્રિકેટીય બ્રેક વચ્ચે પણ માહોલ ગરમાયો છે. કારણ છે 24મીના રોજ યોજાનાર ઇલેકશન. એસડીસીએમાં નવી બોડીની રચના માટે બંને પેનલ એડી ચોટીનું જોર લગાવી રહી છે. સત્તાધારી પેનલ કહે છે કે અમે સ્ટેડિયમ ડેવલપ કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. આઇપીએલ કે મોટી ડોમેસ્ટીક મેચ મેળવવાની ખૂબ નજીક આપણે પહોંચી ગયા છે. બીજી તરફ પરિવર્તન પેનલનું કેમ્પેઇન પણ તર્જ પર આગળ વધી રહ્યું છે કે વર્ષોથી માત્ર વાતો થાય છે. સ્ટેડિયમ ડેવલપ કરવાની વાત હોય કે મેચ લાવવાની વાત સત્તાધારી પેનલ ‘હીટ વિકેટ’ થઈ છે. દરમિયાન ઇલેકશન પર સામાન્ય સુરતીઓની પણ નજર છે. એક તરફ જ્યાં ગુજરાતની ટીમ આઇપીએલમાં પસંદ થઈ છે અને મોટેરા સ્ટેડિયમ પર ચાર વર્ષ સુધી મેચ રમાવાની હોય તો સુરત માટે વર્ષ 2017માં આઇપીએલની મેચ મેળવવા માટેની સોનેરી તક છે. સુરતી ક્રિકેટ રસિયા ઇચ્છે છે કે કોઇ પણ પેનલ ચૂંટાય પરંતુ મોટી મેચનો દૂકાળ દૂર થવો જોઇએ.

કુલ 4000 જેટલાં મેમ્બરો મતદાન કરવાના છે. વખતે પહેલીવાર સામે પક્ષે પણ 21 જણની પેનલ તૈયાર થઈ હોવાથી જાતભાતની ચર્ચા ચાલી રહી છે. પેનલ ઊભી થવી હાલ સૌથી મોટો ચર્ચાનો વિષય છે. જે ઇશારો કરી રહ્યું છે કે ક્રિક્રેટ એસોસિએશનમાં હાલ બધું સમૂંસુતરું ચાલી રહ્યું નથી. જો કે, સત્તાધારી પક્ષનું સૌથી મજબૂત મુદ્દો જમીન છે. જેની પાછળ સ્ટેડિયમનું ડેવલપમેન્ટ અને મોટી મેચનો મુદ્દો ઢંકાઈ જાય છે. જો કે, વખતે 4000 મતદારોની થિંકિંગ પરિવર્તન લાવે છે કે સત્તા જળવાઈ રહે છે નક્કી કરશે.

સુરતીઓનોસંયમ ખૂટી રહ્યો છે

છેલ્લાં20 વર્ષથી સુરતમાં મેચ લાવવાની વાત થાય છે. સ્ટેડિયમ તૈયાર કરવાની ચર્ચા થાય છે. વલસાડનું સ્ટેડિયમ સ્પોર્ટીંગ પીચ માટે ઇનામ લઈ જાય છે. વડોદરામાં રેગ્લુયર મેચો આવે છે. અગાઉ એવા બહાના કઢાતા હતા કે એરપોર્ટ નથી. સારી હોટલ નથી , પરંતુ હવે તો બધું છે. છતાં મેચ મળવાથી એક સામાન્ય સુરતી ક્રિક્રેટ રસિયાઓનું ધીરજ ખૂટી રહ્યું છે.

સુરત િડસ્ટ્રી.િક્રકેટ એસો.ના ચૂંટણી જંગમાં બંને પક્ષે પેનલ

મેચ મેળવવા 20 વર્ષથી થતી વાતો પર વખતે ટ્વેન્ટી-20

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો