• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • શક્ય છે કે હવે દોડતી ટ્રેનોમાં ગરમાગરમ લોચો ખાવા મળે

શક્ય છે કે હવે દોડતી ટ્રેનોમાં ગરમાગરમ લોચો ખાવા મળે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

ભારતીયરેલવેની આઈઆરસીટીસી યાત્રીઓને મુસાફરી દરમિયાન જે તે રાજ્યોનું સ્થાનિક ભોજન મળી શકે તેવી વ્યવસ્થા કરી રહી છે. સુવિધા શરૂ થયા બાદ દેશભરના વિવિધ રાજ્યોની પ્રસિદ્ધ વાનગીઓનો પણ લાભ મુસાફરોને મળી રહેશે.

આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી મળતી માહિતી અનુસાર, ટ્રેનોમાં મુસાફરો પ્રવાસ દરમિયાન હોટલ અને રેસ્ટોરામાં બનેલી જુદી જુદી વાનગીનો સ્વાદ માણી રહ્યા છે, પરંતુ હવે ભારતીય રેલ ખાનપાન તેમજ પર્યટન નિગમ લિમિટેડ (આઈઆરસીટી) સુવિધાઓમાં એક સુવિધાનો ઉમેરો કરશે. જેમાં આવનારા દિવસોમાં વિવિધ રાજ્યોના મુસાફરોને સ્થાનિક સ્વાદ અને વાનગીઓ ધરાવતું ભોજન ઉપલબ્ધ કરાવશે.

સુવિધાની શરૂઆત આઈઆરસીટીસીએ ગયા શનિવારે કોકણ રેલવે સ્ટેશન ખાતેથી શરૂ કરી દીધી છે. મુસાફરો સુવિધા આઈઆરસીટીસીની ઓનલાઈન સાઈટ પર જઈને મેળવી શકશે. વેબસાઇટ પર વિવિધ રાજ્યો પ્રમાણે પ્રસિદ્ધ વાનગીઓની યાદી પણ મૂકી હોવાનું આઈઆરસીટીસીના અધિકારીએ જણાવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા સહિતના સ્ટેશનને અંગે પ્રપોઝલ મોકલવામાં આવી છે, જેમાં ગુજરાતના શહેરોમાં આવેલી ખાણીપીણીની વિખ્યાત કંપનીઓને આઈઆરસીટીસી સાથે જોડાવા અંગેની સ્કીમો પણ આપવામાં આવી છે.

કંપનીઓને ઓફર મોકલવા જણાવાયું

રેલવેઅધિકારીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, નોટબંધી બાદ શહેરની હોટલો અને ખાણીપીણીની મોટી કંપનીઓને ભારે નુકશાન પહોચ્યું છે, જેથી આઈઆરસીટીસી સ્કીમ મારફત આવી કંપનીઓ સાથે હાથ મેળવશે, જેથી ખાનગી કંપનીઓએ આવક થશે અને મુસાફરોને ઘર જેવું ભાવતું ભોજન મળી રહેશે.

રેલવેની આઇઆરસીટીસી સ્થાનિક હોટલો સાથે હાથ મેળવશે, યાત્રીઓ વેબસાઇટ પરથી વાનગી પસંદ કરી શકશે

ટ્રેનોમાં રાજ્યોના સ્થાનિક ભોજનનો સ્વાદ માણી શકાશે

અન્ય સમાચારો પણ છે...