• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |વેસુ, રૂંઢ, મગદલ્લા, ગવિયર, વાંટા, ડુમસ, સુલતાનાબાદ, ભીમપોર સહિતના

સુરત |વેસુ, રૂંઢ, મગદલ્લા, ગવિયર, વાંટા, ડુમસ, સુલતાનાબાદ, ભીમપોર સહિતના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |વેસુ, રૂંઢ, મગદલ્લા, ગવિયર, વાંટા, ડુમસ, સુલતાનાબાદ, ભીમપોર સહિતના વિસ્તારોમાં 24 કલાક પાણી પુરવઠો પુરો પાડવા માટેનુ આયોજન કર્યુ છે. વિસ્તારમાં પાણી પુરવઠો આપવા માટે પાલિકાએ ઓવરહેડ પાણીની ટાંકી સહિતના આયોજન પણ કર્યા છે. જ્યારે વિસ્તારને પાણી આપવા માટે વોટર ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર પણ બનાવવુ પડે તેમ છે. જ્યારે પાલિકા પાસે વોટર ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવવા માટે મોટી માત્રામાં જગ્યા નહીં હોવાના કારણે રાજ્ય સરકાર પાસે 1.38 લાખ ચોરસ મીટર જગ્યાની માંગણી કરવાની છે. માટેની દરખાસ્તને સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે. જેથી સ્થાયી સમિતિમાં તેને મંજુરી આપવામાં આવ્યા બાદ ભીમપોર ખાતે આવેલી રાજ્ય સરકારની માલિકીની 1.38 લાખ ચોરસ મીટર જગ્યાની માંગણી કરવામાં આવશે.

આયોજન | 24 કલાક પાણી આપવા ભીમપોરમાં જગ્યાની માંગ કરાશે

અન્ય સમાચારો પણ છે...