Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
િસલોડ ગામે શ્રમજીવીની હત્યા કેસમાં સુરતનો એક ઝડપાયો
િસલોડગામની સીમમાં રાયસીંગભાઈ ભલાભાઈ ચૌહાણના ખેતરમાં છાપરૂં બનાવી ખેતમજૂર નટુભાઈ દીપસિંહ ખાંટ રહેતા હતા. રાત્રે નટુભાઈ છાપરામાં એકલા સુઈ ગયા હતા. દરમિયાન કોઈકે તેમના માથામાં ધોકો મારી હત્યા કરી હતી. ફરિયાદ થતાં તપાસ દરમિયાન બનાવ પહેલા ડભાણ ગામના રાધેશ્યામના નાની િસલોડ ગામે કુવા ઉપર ગત 65 બોરીઓ તમાકુ સળગી જવાનો બનાવ બન્યાનું જાણવા મળ્યુ હતું.
સંદર્ભે પોલીસે કુવા ઉપર મજૂરીકામ કરતાં પૈકીના મજૂરે તમાકુ સળગાવેલાનું તપાસમાં બહાર આવ્યુ હતું. પોલીસે તપાસ દરમિયાન રાજુ રાઠોડ તથા રમેશ વાઘેલાની પૂછપરછ કરતાં ભૂતકાળમાં રાધેશ્યામે મજૂરી બાબતે મારમાર્યો હતો. જેની અદાવત રાખી રાજુ તથા રમેશે તેમની ઓરડીમાં પડેલ કેરોસીનના બાટલો લઈ રાધેશ્યામના કૂવાવાળા ખેતરમાં તમાકુ સળગાવી દીધી હતી. લમ.ે મરણજનાર નટુભાઈ ગામમાં બધાને તથા રાધેશ્યામને કહી દેશે, તે બીકે નટુભાઈ ઘરે એકલા હતા ત્યારે ધોકો લઈ આવી સુતેલા નટુભાઈ ખાંટને બે ફટકા મારી હત્યા કરી હતી. સંદર્ભે એલસીબીએ રાજુ રાઠોડ તથા રમેશ વાઘેલાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
હત્યાના આરોપીના નામ
હત્યાનાકેસમાં પકડાયેલા આરોપીમાં રાજુ ઉર્ફે લુલિયો સોમાભાઈ રાઠોડ (રહે.ઉગતરોડ, પાણીની ટાંકી પાસે, સુરત) અને રમેશ બચુભાઈ વાઘેલા (રહે.મહેળાવ, તા.સોજીત્રા, િજ.આણંદ)નો સમાવેશ થાય છે.