તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • શિષ્યત્વની યોગ્યતા કેળવવાનો પર્વ એટલે ગુરૂપૂર્ણિમા : વિમલસાગરજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિષ્યત્વની યોગ્યતા કેળવવાનો પર્વ એટલે ગુરૂપૂર્ણિમા : વિમલસાગરજી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાષ્ટ્રસંતજૈનાચાર્ય પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજનાં શિષ્યરત્ન જાણીતા ક્રાંતિકારી ઓજસ્વી પ્રવચનકાર આચાર્ય પ્રવક વિમલસાગર સૂરિશ્વરજી મહારાજે મંગળવારે ગુરૂપૂર્ણિમા પર્વ નિમિત્તે વિશાળ ધર્મસભાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, ગુરૂના અનન્ય ઉપકારોને યાદ કરવા તેમજ શિષ્યતત્ત્વની મહિમા જાણી શિષ્ય બનવાની યોગ્યતા કેળવવા માટે ગુરૂપૂર્ણિમાનો પર્વ શ્રેષ્ઠત્તમ અવસર પ્રદાન કરે છે. દેવતત્ત્વ અને ધર્મતત્ત્વની સમાંતર ગુરૂતત્ત્વ સંસારનાં દરેક માનવી માટે એક આવશ્યક માર્ગદર્શક પરિબળ છે. ગુરૂ વગર દેવતત્ત્વ કે ધર્મતત્ત્વની સાચી ઓળખ અશક્ય છે. ભટારનાં આશીર્વાદ પેલેસનાં ગેટ નંબર-3ની સામે બનાવેલ વિશાળ શ્રી બુદ્ધિ-વીક વાટિકાનાં મંડપમાં લગભગ 2500થી વધુ યુવા શ્રદ્ધાળુઓ સમક્ષ જૈનાચાર્ય ગુરૂપૂર્ણિમા સમારોહમાં પ્રવચન આપ્યું હતું. ગુરૂભક્તિના સંગીતમય કાર્યક્રમમાં અનેક ગામો-નગરોનાં ભાવિકો આશિર્વાદ લેવા માટે પધાર્યા હતા.

પોતાની ધારા પ્રવાહ આગવી શૈલીમાં જૈનાચાર્યે વધુમાં જણાવ્યું હતું કે, આત્મવિકાસ માટે ગુરૂતત્ત્વ મહત્વપૂર્ણ કારક છે. ધર્મતત્ત્વના સંવાહક અને નિર્વાહક હોય છે. ગુરૂ વગર દેવતત્ત્વની પ્રાપ્તિ પણ થઇ શકતી નથી. આધ્યાત્મિક ઉત્કર્ષના સોપાન સર કરવાની ચાવી ગુરૂતત્ત્વની છે. મનુષ્યને વ્યાવહારીક જ્ઞાન તો પઠન,શ્રવણ કે વાંચન દ્વારા પ્રાપ્ત શકે છે પણ આધ્યાત્મિક જ્ઞાન માટે ગુરૂ અનિવાર્ય શર્ત છે. આચાર્ય પ્રવર વિમલસાગરજી મહારાજે કહ્યું હતું કે, મહત્તાના કારણે ગુરૂને ચંદ્ર કહ્યાં છે, કુંભકાર કહ્યા છે, જીવન નૈયાના તારણહાર કહ્યાં છે. ગુરૂ વગર સર્વ ઉપલબ્ધિઓ નકામી છે. ગુરૂ વગર મનુષ્ય નિર્ધન છે, ગુરૂ જીવન યાત્રાનું અમૂલ્ય ધન છે જેને સમ. પર સદ્દગુરુ મળી જાય સૌભાગ્યશાળી છે. પ્રારંભમાં લાભાર્થી બાફના પરિવારે દીપ પ્રજ્જ્વલન કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. મુંબઇની રાકેશભાઇ એન્ડ પાર્ટીએ ભક્તિસંગીતની મનોહારી પ્રસ્તુતી કરી હતી. મોટી સંખ્યામાં લોકો નિયમ પત્રક તેમજ જાગરણ શિબિરનાં પાસ લેવા ઉમટ્યા હતા. રોજ મેળા જેવો માહોલ સર્જાઇ છે. મુનિ પદ્મવિમલજી મહારાજે સૌને સ્વેચ્છાપૂર્વખ સંકલ્પો આપ્યા હતાં.

સમારોહમાં 2500 વધુ યુવા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો